મકાનના બાંધકામ અને દુકાનમાં રૃા.૪.૪૭ લાખની વીજચોરી ઝડપાઇ

બરાનપુરાના મકાનમાં મીટર બાયપાસ કરી રૃા.૧.૦૫ લાખની વીજચોરી

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
મકાનના બાંધકામ અને દુકાનમાં રૃા.૪.૪૭ લાખની વીજચોરી ઝડપાઇ 1 - image

વડોદરા, તા.16 કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ દુકાનમાં વીજચોરી કરીને વીજવપરાશ કરતાં વીજચોરો સામે કાયેદસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોટાકાંટવા ગામમાં બિપીનભાઇ જયંતિભાઇ રાઠવા મકાનનું બાંધકામ કરતાં હતા તેના માટે વીજળીની જરૃરિયાત હોવાથી તેમણે સાઇટ પાસેથી પસાર થતી હળવા દબાણની વીજલાઇન પર લંગર નાંખી વીજચોરી કરતા તેઓ રંગે હાથ ઝડપાઇ ગયા હતાં. કુલ રૃા.૩.૨૯ લાખની વીજચોરી કરી  હોવાનું જણાતા તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત નસવાડી તાલુકાના ભાખા ગામમાં પ્રકાશ રતિલાલ ભીલ પોતે વીજગ્રાહક હોવા છતાં પોતાની દુકાનમાં વીજવપરાશ માટે દુકાન પાસેથી પસાર થતી વીજલાઇન પર વાયર નાંખી રૃા.૧.૧૮ લાખની વીજચોરી ઝડપાઇ હતી. આ ઉપરાંત વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં રહેતા ભરત ચન્દ્રકાંત શિંદે પોતે વીજગ્રાહક હોવા છતાં મીટર બાયપાસ કરી ઘરમાં રૃા.૧.૦૫ લાખની વીજચોરી કરતાં રંગે હાથ ઝડપાતા તેઓની સામે વીજકંપની દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.




Google NewsGoogle News