સરદારભવનમાં મીટર બાયપાસ કરી ગ્રાહકની ૭ લાખની વીજચોરી
યાકુતપુરામાં વીજલાઇન પર લંગર નાંખી બારોબાર થતી વીજચોરી ઝડપાઇ
વડોદરા, તા.21 વડોદરા શહેરમાં વિવિધ સ્થળોએ વીજ કંપનીએ દરોડો પાડી વીજચોરી કરતા શખ્સોને ઝડપી પાડી લાખો રૃપિયાનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી.
શહેરના સરદારભવનખાંચામાં આવેલી શિવકૃપા બિલ્ડિંગમાં રહેતો રક્ષેસ ત્રિભોવનદાસ મિસ્ત્રી પોતે વીજગ્રાહક હોવા છતાં તેણે મીટર બાયપાસ કરીને વીજચોરી કરતા તે ઝડપાઇ ગયો હતો. ગ્રાહકે કુલ રૃા.૭ લાખની વીજચોરી કરી હોવાનું જણાતા તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત યાકુતપુરામાં મિનારા મસ્જિદ પાસે રહેતા શેખ મહંમદ ફિરોઝ ગુલામ જીલાણી પોતે ગ્રાહક નહી હોવા છતાં તેણે વીજલાઇન પર લંગર નાંખી રૃા.૧.૩૬ લાખની વીજચોરી કરી હતી.
અન્ય બનાવમાં નવાબવાડામાં શૈલેષ ચેમ્બર પાછળ રહેતા કાજી યાસીન એહમદમીયા પોતે વીજગ્રાહક હોવા છતાં મીટર બાયપાસ કરી ઘરમાં રૃા.૧.૦૯ લાખની વીજચોરીમાં ઝડપાયેલ. જ્યારે મોટીવ્હોરવાડમાં નવગજાપીર ખાતે રહેતા અજીજીનીશા અહેમદઉમર કલકત્તાવાળા પણ મીટર બાયપાસ કરી રૃા.૧.૦૭ લાખની વીજચોરીમાં ઝડપાતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.