ફાયર સેફ્ટીના સાધનો નહિં રાખનાર 6 કોમર્શિયલ બિલ્ડિંગોના વીજ જોડાણ કટ

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
ફાયર સેફ્ટીના સાધનો નહિં રાખનાર 6 કોમર્શિયલ બિલ્ડિંગોના વીજ જોડાણ કટ 1 - image

વડોદરાઃ શહેરમાં ફરી એક વખત ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટીના સાધનો નહિં રાખનાર કોમર્શિયલ બિલ્ડિંગો સામે પગલાં લેવાની કામગીરી શરૃ કરવામાં આવી છે.જે દરમિયાન આજે છ બિલ્ડિંગના વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા.

હાઇકોર્ટના આદેશ બાદ ફાયર બ્રિગેડ દ્વારા ટયુશન ક્લાસ,હોસ્પિટલો અને કોમર્શિયલ ઇમારતોમાં ફાયર સેફ્ટી માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને અગાઉ અનેક ઇમારતોને સીલ કરવામાં આવી હતી.

આજે ફરીથી ફાયર બ્રિગેડ દ્વારા છ  બિલ્ડિંગના વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા.આ બિલ્ડિંગોમાં અગાઉ વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં ફાયર સેફ્ટીના સાધનો વસાવવામાં આવ્યા નહિં હોવાથી તેની સામે પગલાં લેવામાં આવ્યા છે.

જે બિલ્ડિંગા સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં વીઆઇપી રોડના વીઆઇપી વ્યૂહ કોમ્પ્લેક્સ,છાણીના સીતારામ કોમ્પ્લેક્સ,છાણીના કુંજ પ્લાઝા,વારસિયા રિંગ રોડ પર શિવશક્તિ ફર્નિચર હબ,શ્રીજી ફર્નિચર હબ અને નિઝામપુરાના મારૃતિ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News