MGVCL દ્વારા હરણી અને ગાજરાવાડી વિસ્તારમાં મેન્ટેનન્સના કારણે તારીખ 10 થી 17 સુધી વિવિધ વિસ્તારોમાં વીજળી કાપ
image : Freepik
વડોદરા,તા.09 ફેબ્રુઆરી 2024,શુક્રવાર
વડોદરા શહેરની 66 કે.વી. હરણી સબ સ્ટેશન અને 66 કે.વી. ગાજરવાડી સબ સ્ટેશનની પેનલ તેમજ જરૂરી રસ્તા રેસાનું સમારકામ કરવાનું હોવાથી આગામી આવતીકાલ તારીખ 10થી એક સપ્તાહ સુધી શહેરના વિવિધ વિસ્તાર અંતર્ગત આવતા ફીડરમાં મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાશે. જેથી સવારથી બપોર સુધી વીજ પુરવઠો બંધ રહેશે. જેના કારણે લાખો શહેરીજનોએ હાલાકી વેઠવી પડશે.
ઉનાળા અગાઉ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા જરૂરી મેન્ટેનન્સનું કામ હાથ ધરવામાં આવ્યું છે. વિશ્વામિત્રી પૂર્વ વિભાગ અંતર્ગત આવતા 66 કિલો વોટ હરણી સબ સ્ટેશન અને 66 કિલો વોટ ગાજરાવાડી સબ સ્ટેશનની પેનલ સાથે જરૂરી વીજ રેસાનું સમારકામ કરવાનું હાથ ધરવામાં આવનાર છે. તારીખ 11થી 17 ફેબ્રુઆરી દરમિયાન વિવિધ સબ ડિવિઝન અંતર્ગત આવતા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તારીખ 10ના રોજ માંડવી સબ ડિવિઝન અંતર્ગત આવતા બાજવાડા ફીડર, વિઠ્ઠલ મંદિર ફીડર, પાણીગેટ સબ ડિવિઝન અંતર્ગત આવતા મોગલવાડા ફીડર, તારીખ 11ના રોજ કારેલીબાગ સબ ડિવિઝન અંતર્ગત આવતા શ્રીજી શ્રદ્ધા ફીડર, કારેલીબાગ ફીડર, વૃંદાવન ફીડર, સ્ટેશન ટ્રાન્સફોર્મર, ખોડિયાર નગર સબ ડિવિઝન અંતર્ગત આવતા સંગમ ફીડર, સંવાદ ફીડર, ટાવર સબ ડિવિઝન અંતર્ગત આવતા સાધના નગર ફીડર, માંડવી સબ ડિવિઝન અંતર્ગત આવતા ફતેપુરા ફીડર, જુબેલીબાગ ફીડર, હાથીખાના ફીડર, અષ્ટભૂજા (સરાસિયા તળાવ) ફીડર, મહાવીર ફીડર ખાતે વીજ પુરવઠો બંધ રહેશે.
તેવી જ રીતે, તારીખ 12ના રોજ પાણીગેટ સબ ડિવિઝન અંતર્ગત આવતા પ્રારંભ ફીડર, તપોવન ફીડર, તા.13ના રોજ પાણીગેટ સબ ડિવિઝન અંતર્ગત આવતા કલાદર્શન ફીડર, ટાવર સબ ડિવિઝન અંતર્ગત આવતા બાલગોકુલમ ફીડર ખાતે વીજ પુરવઠો બંધ રહેશે. તારીખ 14ના રોજ પાણીગેટ સબ ડિવિઝન અંતર્ગત આવતા પાણીની ટાંકી ફીડર, દૂધેશ્વર ફીડર, તારીખ 15ના રોજ ટાવર સબ ડિવિઝન અંતર્ગત આવતા નોર્થ નોર્થ રીંગ, તારીખ 17ના રોજ ટાવર સબ ડિવિઝન અંતર્ગત આવતા કીર્તિ મંદિર ફીડર ખાતે વીજ પુરવઠો બંધ રહેશે. વીજ કંપનીના જણાવ્યા મુજબ, વિવિધ વિસ્તારમાં સવારે 7થી બપોરના 1 વાગ્યા સુધી વીજ પ્રવાહમાં વિક્ષેપ રહેશે. સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો પૂર્વવત રીતે શરૂ કરી દેવામાં આવશે. તંત્રની કામગીરીના પગલે લાખો રહેણાંક અને બિન રહેણાંક મિલકતોમાં વીજ સપ્લાય ખોરવાશે.