વડોદરા-કરજણ રોડ પરના ખાડાઓ બન્યા માથાનો દુખાવો, જાંબુઆ બ્રિજ પર 5 કિ.મીનો જામ

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
વડોદરા-કરજણ રોડ પરના ખાડાઓ બન્યા માથાનો દુખાવો, જાંબુઆ બ્રિજ પર 5 કિ.મીનો જામ 1 - image


Vadodara News : વડોદરા અને કરજણ હાઇવે વચ્ચે પોર નજીક મોટા ખાડા પડી જતા પાંચ કિ.મી જેટલો ટ્રાફિક જામ થઈ ગયો હતો. 

વડોદરા નજીક પોર પાસે આવેલા જાંબુઆ બ્રિજ પર ઊંડા ખાડા પડી જતા રાહદારી વાહનોને પસાર થવામાં મારે અડચણ પડી રહી છે. આવા વાહનો ધીમી ગતિએ પસાર થતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ છે.

સામાન્ય દિવસોમાં પણ આ સ્થળે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હોય છે. જ્યારે વરસાદ અને ખાડાને લીધે આ સમસ્યા વધુ વિકટ બની છે અને વડોદરા થી સુરત તરફ જતા વાહનો અટવાઈ રહ્યા છે. જેને કારણે આજે વહેલી સવારથી ચારથી પાંચ કિલોમીટર સુધીના હાઇવે પર વાહન વ્યવહાર જામ થઈ ગયો હતો, અને પોલીસની દોડધામ વધી ગઈ હતી.


Google NewsGoogle News