વરસાદ અને પૂરને કારણે પડેલા ભૂવા તેમજ ખાડા શ્રીજી સવારીમાં વિધ્નરૃપ બન્યા
વડોદરાઃ શહેરમાં વરસાદ અને પૂરને કારણે પડેલા ભૂવા તેમજ ખાડાઓ શ્રીજીની સવારીઓ દરમિયાન વિધ્નરૃપ બની રહ્યા છે.
શહેરમાં વરસાદ તેમજ વિશ્વામિત્રીના પૂરના પાણીને કારણે અનેક સ્થળોએ ભૂવા પડી રહ્યા છે.જ્યારે રસ્તાઓ તૂટવાના અને ખાડા પડવાના પણ ઠેકઠેકાણે બનાવો બન્યા છે.
કોર્પોરેશન દ્વારા અનેક સ્થળોએ હજી ખાડા પુરવામાં આવ્યા નથી ત્યારે શ્રીજીની સવારીઓ માટે આવા ભૂવા અને ખાડા જોખમી બન્યા છે.શ્રીજીની સવારી લઇ નીકળતા યુવકો માટે આવા ખાડાઓમાંથી સવારીને લઇ જવું મુશ્કેલ બન્યું છે.
આજ ેશ્રીજી સ્થાપન થઇ ગયું છે અને હવે મંડળો દ્વારા માનતા મુજબ ત્રણ,પાંચ, સાત કે દસમા દિવસે શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે ત્યારે તંત્ર દ્વારા આવા ખાડાઓ પુરવાની સાથે સાથે લાઇટો, કૃત્રિમ તળાવોની પુરતી સંખ્યા,સ્વચ્છતા,વિસર્જનની વ્યવસ્થા જેવા મુદ્દે તાકિદે કામગીરી થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે.