વરસાદ નથી છતાં વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર ભુવો પ્રગટ થયો !!
Vadodara Potholes : વડોદરા શહેરમાં હલકી કક્ષાની કામગીરીને કારણે યોગ્ય રીતે માટી પુરાણ નહીં થતા અવારનવાર ભુવા પડવાના કિસ્સા બની રહ્યા છે. તો બીજી બાજુ કેટલીક જગ્યાએ વર્ષો જૂની પાણી ડ્રેનેજની લાઈનો થઈ જવાથી પણ ભૂવા પડ્યા છે, ત્યારે હાલમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં ન્યુ વીઆઈપી રોડ પર ભુવો પ્રગટ થતા કોર્પોરેશનનું તંત્ર દોડતું થયું છે.
વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુમાં અનેકવાર ભુવા પડવાના બનાવો બનતાં રહે છે. છેલ્લા દસ દિવસથી શહેરમાં ખાસ વરસાદ નથી તેમ છતાં ન્યુ વીઆઈપી રોડ પર વધુ એક ભુવો પડ્યો છે. તંત્ર બે દિવસની રજામાં મસ્ત હોવાથી ભુવાનું સમારકામ થઈ શક્યું નથી. ભુવાની આજુબાજુ બેરીકેટ ગોઠવવામાં આવી છે પરંતુ રાત્રિના સમયે અંધારામાં પુરપાટ પસાર થતાં વહન ચાલકો માટે ભુવાના કારણે અકસ્માત થવાનું જોખમ ઊભું થયું છે.