બાજવા ઓવરબ્રિજમાં લોકાર્પણના 3 જ મહિનામાં ગાબડા પડ્યા : કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવા વાઘોડિયા ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
બાજવા ઓવરબ્રિજમાં લોકાર્પણના 3 જ મહિનામાં ગાબડા પડ્યા : કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવા વાઘોડિયા ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત 1 - image


Vadodara Bajwa Over Bridge: વડોદરા નજીક આવેલા બાજવા ખાતે ત્રણ મહિના પહેલા બનાવવામાં આવેલા ઓવરબ્રિજમાં ઠેર ઠેર ગાબડા પડી જતા વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મુખ્યમંત્રીને પત્ર લખી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા માંગણી કરી છે.

વડોદરા નજીક બાજવા વિસ્તારમાં ઓવર બ્રિજની બાંધકામમાં ભારે ગોલમાલ થઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા પાસે બાજવા ઓવર બ્રિજના લોકાર્પણને હજી ત્રણ મહિના જેટલો જ સમય થયો છે ત્યાં તો તેમાં ગાબડું સામે આવ્યું છે. જેને લઇને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી નબળી કામગીરી લોકો સમક્ષ ખુલ્લી પડી જવા પામી છે. આ ઘટના અંગે ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા મેદાને આવ્યા છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, આ બ્રિજના કામની જ્યાં જ્યાં ક્ષતી દેખાય, તેનું ચેકીંગ કરીને, જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટરનું બીલ અટકાવવામાં આવે તેવી ટેલીફોનીક સુચના આપી છે. રૂ.34 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજની માહિતી બાદ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્યએ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધમાં મુખ્યમંત્રીને પત્ર લખીને રજુઆત કરી છે.


Google NewsGoogle News