Get The App

અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ૨૪૫૪૧નું મતદાન ત્રણ દિવસ ચાલશે

લોકસભાની વડોદરા બેઠક માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા સાત પેટીઓ મૂકવામાં આવી

Updated: Apr 29th, 2024


Google NewsGoogle News
અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ૨૪૫૪૧નું મતદાન ત્રણ દિવસ ચાલશે 1 - image

, તા.૨૯ લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત વડોદરા લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત  વિધાનસભા મતદાર વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ મતદાનના દિવસે ચૂંટણી ફરજની કામગીરીમાં રોકાયેલ હોવાથી તેઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 

વડોદરામાં વયોવૃધ્ધ તેમજ દિવ્યાંગ મતદારો જેમણે ઘેરથી મતદાન માટેની અરજી કરી હતી તેઓનું મતદાન શરૃ થઇ ગયું છે અને  હવે સરકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન માટે વડોદરા લોકસભા મતવિભાગમાં આવતી સાત વિધાનસભા બેઠક મુજબકુલ સાત ટપાલ મતપત્ર સુવિધા કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, જિલ્લા  વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેકટર, સ્ટેમ્પ ડયૂટી નાયબ કલેકટર અને સહ નોડલ અધિકારીએ આજે સરકારી નસગ કોલેજ, દિવાળીપુરા ખાતેના સુવિધા કેન્દ્રથી પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહે અમદાવાદ વેસ્ટમાં,જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા અને નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિએ ગાંધીનગર લોકસભા મત વિભાગમાં જ્યારે નાયબ કલેકટર આર.બી .પરમારે આણંદ લોકસભા મતવિભાગ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.

વડોદરા લોકસભા બેઠક માટે ૧૧,૩૭૩  અને વડોદરા સિવાયની અન્ય ૨૫ લોકસભા બેઠક માટે ૧૩,૧૬૮ સહિત કુલ ૨૪,૫૪૧ પોસ્ટલ બેલેટ મળ્યા છે. જેમાં કક્ષાવાર જોઈએ તો ૧૦,૮૮૦ પોલિંગ સ્ટાફ, ઝોનલ ઓફિસર, બીએલઓ અને અન્ય ૩૨૧૭, પોલીસ ૮૮૦૬, એસઆરપી ૧૬૩૮ સહિત કુલ ૨૫,૫૪૧ અધિકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી આગામી ત્રણ દિવસ સુધી મતદાન કરશે.




Google NewsGoogle News