પહેલી વખત પોલીટેકનિકના આચાર્યનો ચાર્જ ટેકનોલોજીના ડીનને અપાયો

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
પહેલી વખત પોલીટેકનિકના આચાર્યનો ચાર્જ ટેકનોલોજીના ડીનને અપાયો 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલી વખત પોલીટેકનિકના પ્રિન્સિપાલનો ચાર્જ ટેકનોલોજી ફેકલ્ટીના ડીનને સોંપવામાં આવ્યો છે.

મળતી વિગતો પ્રમાણે પોલીટેકનિકના પ્રિન્સિપાલ વી એસ ખેરની બીજી ટર્મ પણ આજે પૂર્ણ થઈ હતી.તેમણે ટેકનોલોજી ફેકલ્ટીના ડીન પ્રો.ધનેશ પટેલને આજે પોલીટેકનિક કોલેજનો ચાર્જ સોંપી દીધો હતો.

જોકે યુનિવર્સિટી સત્તાધીશોનો આ નિર્ણય ભારે ચર્ચાનો વિષય પણ બન્યો છે.કારણકે સત્તાધીશોને પોલીટેકનિકના કોઈ અધ્યાપક પ્રો.ખેરની જગ્યાએ પ્રિન્સિપાલ બની શકે તેવુ લાગ્યુ નથી.એવુ કહેવાય છે કે, પ્રિન્સિપાલ બની શકે તેવી લાયકાત ધરાવતા કેટલાક અધ્યાપકો પ્રિન્સિપાલ બનવા માટે તૈયાર નહોતા અને જેમને પ્રિન્સિપાલ બનવુ હતુ તેમને આ પદ આપવા માટે સત્તાધીશો ઈચ્છુક નહોતા.જેના પગલે છેવટે ટેકનોલોજીના ડીનને જ પોલીટેકનિકનો ચાર્જ સોંપાવનો નિર્ણય લેવામાં આવ્યો હતો.



Google NewsGoogle News