વડોદરા: સ્થાયી સમિતિમાં દલા તરવાડી જેવી નીતિ, વધુ ભાવના ટેન્ડરોથી વિવાદ
Image Source: Facebook
વડોદરા, તા. 07 ફેબ્રુઆરી 2024 બુધવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.316.75 કરોડના વિકાસના કામો રજૂ થયા છે જેમાં શેરખી 100 એમએલડી ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાછળ રૂપિયા 179.44 કરોડ નો ખર્ચ થશે તદઉપરાંત ડ્રેનેજ સફાઈ ના રિસાયકલિંગ સિસ્ટમના સાત વર્ષના કોન્ટ્રાક્ટ પાછળ રૂપિયા 56.92 કરોડ નો ખર્ચ થવાનો અંદાજ છે. પાણી રસ્તા ડ્રેનેજ સોલર રૂફટોપ વગેરેની કામગીરી નો સમાવેશ કરવામાં આવ્યો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની સ્થાયી સમિતિ માં પણ દલા તરવાડી જેવી નીતિ અપનાવવામાં આવી છે ત્યારે કેટલાક મહત્વના વિકાસના કામોમાં વધુ ભાવના ટેન્ડરો આવ્યા છે જ્યારે કેટલાક કામોમાં ઓછા ભાવના ટેન્ડરો આવતા વિવાદ સર્જાતા રહ્યા છે ત્યારે આ વખતનીસ્થાયી સમિતિમાં પણ રૂપિયા 316.75 કરોડના કામોમાં પણ વધુ ભાવના તેમ જ ઓછા ભાવના ટેન્ડરો રજૂ થતા ફરી એકવાર વિવાદ સર્જાયો છે હવે જોવાનું એ રહે છે કે વધુ ભાવના ટેન્ડરો ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિ મંજૂર કરે છે કે કેમ કે પછી મુલતવી રાખી કોન્ટ્રાક્ટરો સાથે હજુ ભાવ ઘટાડાની કે પછી અન્ય કોઈ માંગણીઓ કરવામાં આવશે તે અંગે રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.