Get The App

હરણી બોટકાંડમાં કોર્પોરેશનના બે સસ્પેન્ડેડ એન્જિનિયરને પોલીસનું તેડુંઃકોર્પોરેશન રિપોર્ટ કેમ આપતી નથી

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
હરણી બોટકાંડમાં કોર્પોરેશનના બે સસ્પેન્ડેડ એન્જિનિયરને પોલીસનું તેડુંઃકોર્પોરેશન રિપોર્ટ કેમ આપતી નથી 1 - image

વડોદરાઃ હરણી બોટકાંડમાં લેકઝોનના  ભાગીદારો અને બોટ ઓપરેટર સહિતના આરોપીઓની ધરપકડ બાદ સિટ દ્વારા કોર્પોરેશનના અધિકારીઓની પૂછપરછનો દોર શરૃ કરનાર છે.

૧૨ બાળકો અને શિક્ષિકા તેમજ સુપર વાઇઝર સહિત ૧૪ નિર્દોષોનો ભોગ લેનાર હરણી બોટકાંડના બનાવમાં નગરજનોમાં  ભારે ઉહાપોહ થતાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના આદેશને પગલે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત દ્વારા એડિશનલ કમિશનર મનોજ નિનામા અને ડીસીપી પન્ના મોમાયા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સિટ બનાવી હતી.

પોલીસ દ્વારા લેકઝોનના મુખ્ય સંચાલકો અને બોટ ઓપરેટર સહિત કુલ૨૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હજી તેમની કોલ્સ ડીટેલને આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

તો બીજીતરફ  બોટકાંડમાં ગંભીર બેદરકારી રાખનાર કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓની પણ તપાસ શરૃ કરવામાં આવી છે.જેમાં કોર્પોરેશને સસ્પેન્ડ કરેલા ઉત્તર ઝોનના એડિ.આસિ.એન્જિનિયર જીગર સાયનીયા અને મિતેષ માળીને પોલીસે પૂછપરછ માટે આવતીકાલે બોલાવ્યા છે.

આ ઉપરાંત પોલીસ દ્વારા કોર્પોરેશન પાસે આંતરિક તપાસનો પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે.પરંતુ હજી સુધી રિપોર્ટ સોંપવામાં આવ્યો નથી.જેથી પોલીસે રિમાન્ડર લેટર પણ લખ્યો હોવાનું સૂત્રોમાંથીજાણવા મળ્યું છે.


Google NewsGoogle News