કંબોડિયાના ઠગોને મેનપાવર સપ્લાય કરવાના કૌભાંડમાં 57 પાસપોર્ટ ધારકોને પોલીસનું તેડું

સૂત્રધાર ક્રિષ્ણા પાઠક સોશ્યલ મીડિયા મારફતે મનિષ હિંગુના સંપર્કમાં આવ્યો હતો

Updated: May 29th, 2024


Google NewsGoogle News
કંબોડિયાના ઠગોને મેનપાવર સપ્લાય કરવાના કૌભાંડમાં 57 પાસપોર્ટ ધારકોને પોલીસનું તેડું 1 - image

વડોદરાઃ કંબોડિયાના ઠગોને મેનપાવર સપ્લાય કરવાના કૌભાંડમાં રિમાન્ડ પર લેવાયેલા વડોદરાની એજન્સીના એમડી મનિષ હિંગુ અને માસ્ટર માઇન્ડ એજન્ટ ક્રિષ્ણા પાઠક સોશ્યલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા હોવાની વિગતો ખૂલી છે.

કંબોડિયામાં ગોંધી રાખેલા ઓરિસ્સાના યુવકનો છૂટકારો થતાં તેણે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં વિયેતનામને બદલે કંબોડિયા મોકલી આપનાર યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસના એમડી મનિષ હિંગુ તેમજ ભારતના એજન્ટ ક્રિષ્ણા પાઠક અને કંબોડિયાના એજન્ટ વિક્કી સામે ફરિયાદ નોંધાવી હતી.

માનવ તસ્કરીના બનેલા ચોંકાવનારા કિસ્સામાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી પણ તપાસ ચલાવી રહી છે.ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર જી જાડેજા અને હેતલ તુવરની ટીમે મેનપાવર સપ્લાય કરનાર એજન્સીના એમડી મનિષ હિંગુની ઓફિસમાંથી ૫૭ પાસપોર્ટ કબજે લીધા છે.આ તમામ પાસપોર્ટ ધારકોને પોલીસે નિવેદન માટે બોલાવ્યા છે.જેના પરથી નેટવર્કને લગતી વધુ વિગતો  બહાર આવશે.

આ ઉપરાંત મનિષ હિંગુની પૂછપરછ કરતાં તેની અને ક્રિષ્ણા પાઠક વચ્ચે સોશ્યલ મીડિયાના માધ્યમથી સંપર્ક થયો હોવાની માહિતી  બહાર આવી હતી.વિદેશ માણસો મોકલવાની જાહેરાત જોઇ ક્રિષ્ણાએ મનિષનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ બંનેની દોસ્તી પાર્ટનરશિપમાં પરિણી હતી.ક્રિષ્ણાને શોધવા પોલીસની બે ટીમો કામે લાગી છે.

કંબોડિયાના પ્રકરણની ફરિયાદ કરનાર ઓરિસ્સાના યુવકની ડીસીબી પૂછપરછ કરશે

કંબોડિયાના પ્રકરણમાં બંધક બનાવેલા ઓરિસ્સાના યુવકનો છૂટકારો થતાં તેણે વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરને  ઇમેલ કરી સમગ્ર બનાવની જાણ કરી હતી.જેથી આ યુવકને અંધારામાં રાખી કંબોડિયા સપ્લાય કરવાનો ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો.ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓરિસ્સાના યુવકની વધુ પૂછપરછ કરવામાં આવનાર છે.


Google NewsGoogle News