દિવાળીમાં ચોરી-લૂંટના બનાવો અટકાવવા જ્વેલર્સ શો રૃમના સંચાલકોએ શું કરવું...પોલીસે ટિપ્સ આપી
વડોદરાઃ શહેરમાં દિવાળી દરમિયાન જ્વેલર્સ શો રૃમોમાં ચોરી,લૂંટ તેમજ ચીલઝડપના બનાવો વધતા હોવાથી જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં જ્વેલર્સ શો રૃમના સંચાલકો સાથે પોલીસ મીટિંગ કરી રહી છે.
દિવાળીના તહેવારો દરમિયાન ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં નીકળતા હોવાથી તેમજ ગોલ્ડ અને રોકડની હેરાફેરી પણ મોટેપાયે કરવામાં આવતી હોવાથી રીઢા ગુનેગારો દ્વારા ચોકસીઓને લૂંટવામાં આવતા હોય છે.
આ પ્રકારના બનાવો રોકવા માટે પોલીસ કમિશનરે જે પોલીસ સ્ટેશનોમાં જ્વેલર્સની દુકાનો વધુ હોય તેના સંચાલકો સાથે મીટિંગ કરવા માટે પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જેથી વિવિધ પોલીસ સ્ટેશનોમાં મીટિંગો યોજાઇ રહી છે.
પોલીસ દ્વારા પુરતો બંદોબસ્ત આપવાની ખાતરી આપવામાં આવી છે. જ્યારે, સીસીટીવી કેમેરા,સિક્યુરિટી,કેશ કે ગોલ્ડની હેરાફેરી સમયે રાખવાની તકેદારી જેવા મુદ્દે શું કરવું જોઇએ તેની ટિપ્સ આપવામાં આવી રહી છે.