જગતપાવનદાસ સ્વામીના પરિવારની વિગતો માંગતી પોલીસ
પોલીસે વડતાલ સ્વામિ નારાયણ મંદિરને પત્ર લખ્યો
વડોદરા,વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામીની નિમણૂંકની વિગતો પોલીસે વડતાલ અને વાડી સ્વામિ નારાયણ મંદિરને પત્ર લખ્યા છે.
આઠ વર્ષ પહેલા વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવનદાસ દ્વારા મંદિર સંકુલમાં જ ૧૪ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં જગતપાવનદાસ સ્વામી હાલ ભૂગર્ભમાં છે. ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ,પોલીસ દ્વારા આ કેસમાં પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પોલીસે વાડી સ્વામિ નારાયણ મંદિર તથા વડતાલ સ્વામિ નારાયણ મંદિરમાં પત્ર લખી જે.પી.સ્વામીની નિમણૂંક અને હોદ્દાની વિગતો માંગી છે. તેમજ જે.પી. સ્વામીએ ક્યારે દિક્ષા લીધી ? દિક્ષા પહેલા તેઓનું નામ શું હતું ? તે સહિત તેમના પરિવારની વિગતો પણ પોલીસે માંગી છે.