તાંદલજાની હોટલના માલિક સામે ગુનો દાખલ કરતી પોલીસ
૧૬ વર્ષના તરૃણને માસિક ૯ હજારના પગાર પર નોકરી રાખ્યો હતો
વડોદરા,૧૬ વર્ષના તરૃણને હોટલમાં નોકરી રાખનાર હોટલના માલિક સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
એન્ટિ હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમને માહિતી મળી હતી કે, તાંદલજા હાજી ડૂપ્લેક્સ બસેરા કોમ્પલેક્સમાં ચાચા કિસ્મત આમલેટ નામની દુકાનમાં નાના બાળકો પાસે મજૂરી કામ કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરવામાં આવી રહ્યું છે. જેથી, પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ૧૬ વર્ષનો તરૃણ મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, હું છેલ્લા બે મહિનાથી કામ કરૃં છું. મને માસિક ૯ હજાર રૃપિયા પગાર આપે છે. જેથી, પોલીસે હોટલના માલિક શાહનવાઝ અયુબખાન પઠાણ (રહે. નવી નગરી, હરિજન વાસ, તાંદલજા) સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.