બે સ્પાની આડમાં ચાલતા દેહ વેપારના ધંધા ઉપર પોલીસના દરોડા
ગાંધીનગરના કુડાસણમાં આવેલા કોમ્પ્લેક્સમાં
મેનેજર યુવતીઓ સહિત ત્રણ સામે ગુનો : જરૃરિયાતમંદ યુવતીઓને પગાર ઉપર રાખી વેપાર કરાવવામાં આવતો
ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં સ્પાની આડમાં દેહ વેપાર શરૃ થઈ ગયો છે ત્યારે કુડાસણમાં વૃંદાવન ટ્રેડ સેન્ટર અને સ્વાગત રેઈન ફોરેસ્ટ કોમ્પ્લેક્સમાં ચાલતાં બે સ્પામાં પણ બહારથી જરૃરિયાતમંદ યુવતીઓને બોલાવી દેહ વ્યાપાર કરવામાં આવતો હોવાની બાતમીના પગલે પોલીસ દ્વારા દરોડા પાડીને મેનેજર યુવતીઓ અને તેના માલિક સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રીતે સ્પા અને મસાજ સેન્ટરો ખુલી
ગયા છે ત્યારે તેમાં દેહ વેપાર થતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. જેના પગલે ગેરકાયદેસર
રીતે ચાલતા આવા મસાજ સેન્ટરો સામે કડક હાથે કામ લેવા માટે પોલીસ દોડી રહી છે અને ગાંધીનગર
જિલ્લામાં પણ છેલ્લા ઘણા દિવસથી પોલીસ દ્વારા અલગ અલગ સ્પા અને મસાજ સેન્ટરોમાં તપાસ
કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર ડીવાયએસપીની પોલીસ ટીમને બાતમી મળી હતી કે, કુડાસણમાં આવેલા વૃંદાવન
ટ્રેડ સેન્ટર કોમ્પ્લેક્સના ચોથા માળે એચ સ્પા બ્લૂ નામના મસાજ પાર્લરનો માલિક લીજાસિંગ
હરેન્દ્રસિંગ આ સ્પા સેન્ટરમાં દેહ વેપારનો ધંધો કરાવી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસ
ટીમ દ્વારા અહીં ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં મહિલા મેનેજર
દ્વારા રૃપિયા લઈને ગ્રાહકને રૃમમાં મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા
અહીં દરોડો કરવામાં આવતા રૃમમાંથી ડમી ગ્રાહક અને રૃપલલના મળી આવ્યા હતા ત્યારબાદ પોલીસે
કાઉન્ટર ઉપર બેસેલી મહિલા મેનેજરની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે આ મસાજ પાર્લરનું
સંચાલન કરી રહી છે અને ગ્રાહક પાસેથી ૩,૫૦૦ રૃપિયા
લેવામાં આવતા હતા અને ત્યારબાદ ૫૦૦ તે રાખતી હતી અને ૧૫૦૦ રૃપલલનાને જ્યારે ૧૫૦૦ તેના
માલિકને આપવામાં આવતા હતા. જેથી પોલીસ દ્વારા મહિલા મેનેજર અને તેના માલિક સામે ગુનો
દાખલ કરવામાં આવ્યો હતો તો નજીકમાં જ આવેલા સ્વાગત રેઇન ફોરેસ્ટમાં પણ ત્રીજા માળે
ચાલતા સોફી યુનિક સ્પામાં પણ આ જ પ્રકારનો દેહ વેપાર ચાલતો હોવાથી તેની મહિલા મેનેજર
સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.