હાથીખાના માર્કેટના બે વેપારીઓની દુકાનમાં પોલીસનો દરોડો

સોપારીના ૧૨૫ પેકેટ કબજે કરતી પોલીસ : સપ્લાયરની સામે પણ ગુનો દાખલ

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
હાથીખાના માર્કેટના બે વેપારીઓની દુકાનમાં  પોલીસનો દરોડો 1 - image

વડોદરા,હાથીખાના માર્કેટમાં કાંતિકાકાની સોપારીના નામે  ભળતી  સોપારીનો જથ્થો પેક કરીને વેચતા બે વેપારીઓ તથા એક સપ્લાયર સામે  પોલીસે ગુનો દાખલ કર્યો છે.

સુરત માધવબાગ સ્કૂલની પાસે મહાલક્ષ્મી કોમ્પલેક્સમાં રહેતા હસમુખભાઇ ભગવાનભાઇ પટેલ ઉમા સેલ્સના નામે કંપની ચલાવે છે. તેઓ કાંતિ કાકાની સોપારીના નામે હોલસેલમાં સોપારીનો ધંધો કરે છે. તેઓને માહિતી મળી હતી કે, હાથીખાના માર્કેટમાં દુકાનોમાં કાંતિકાકાની સોપારીના લેબલ હેઠળ અન્ય  સોપારીનું વેચાણ થઇ રહ્યું છે. જેથી, પોલીસને સાથે રાખી હાથીખાના માર્કેટમાં મહેશ એન્ટરપ્રાઇઝ, ભરતકુમાર હરૃમલ મામનાણી ( રહે. પંચમ ઇલાઇટ, ખોડિયાર નગર) (૨)  દીપ સાગર એન્ટરપ્રાઇઝ, ગીરધારીભાઇ વાસુદેવભાઇ ભાગનાણી ( રહે. ઘનશ્યામ પાર્ક સોસાયટી, હરણી વારસિયા રીંગ રોડ) ની ત્યાં તપાસ કરતા તેમની કંપનીના લેબલ લગાવેલી સોપારીના પેકેટ મળી આવ્યા હતા. ગીરધારીભાઇએ જણાવ્યું હતું કે,  આ જથ્થો  સુરેશ રાજુભાઇ ગુરનાણી ( રહે. સિદ્ધાર્થ સ્કવેર, દેણા રોડ) મારી દુકાને આપી જાય છે. પોલીસે બંને વેપારીઓ  પાસેથી ૧૨૫ પેકેટ કિંમત ૫૪,૩૭૫  રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


Google NewsGoogle News