મહુન્દ્રા ગામમાં દરોડો પાડી પોલીસે છ જુગારીને ઝડપી લીધા

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
મહુન્દ્રા ગામમાં દરોડો પાડી પોલીસે છ જુગારીને ઝડપી લીધા 1 - image


જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધતી જુગારની બદી

૧૨ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને ચિલોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જુગારની બદી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે ચિલોડા પોલીસે મહુન્દ્રા ગામમાં દરોડો પાડીને જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા. જેમની પાસેથી ૧૨ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને તેમની સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આમ તો ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ મહિના દરમિયાન જુગાર વધુ જોવા મળતો હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂણે ખાચરે જુગારની બદી વધી રહી છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, મહુન્દ્રા ગામના રાવળવાસમાં કેટલાક ઈસમો ભેગા મળીને જુગારની બાઝી માંડીને બેઠેલા છે. આ હકીકતનાં આધારે પોલીસ ટીમ મહુન્દ્રા ગામ પહોંચી જઈ વિસ્તારને ચારે તરફથી કોર્ડન કરી લીધો હતો. ટીમે દરોડો પાડતા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જેના પગલે પોલીસે અહીં જુગાર રમતા મહુન્દ્રા ગામના અમિતભાઈ નટવરભાઈ રાવળ પૂનમસિંહ અમરતજી ઠાકોર પ્રવીણભાઈ બાલાભાઈ રાવળ સુરેશ સોમાભાઈ રાવળ મહેન્દ્રભાઈ બાલાભાઈ રાવળ અને મેલાજી કાળાજી ઠાકોરને ઝડપી લીધા હતા. જેમની પાસેથી ૧૨ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં હવે વધેલી આ જુગારની બદીને અટકાવવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગમાં વધારો કરવો પડશે તે નક્કી છે.


Google NewsGoogle News