ઘાઘરેટિયામાં રહેતા નામચીન બૂટલેગરના અડ્ડા પર પોલીસનો દરોડો : સાત લાખનો દારૃ મળ્યો

રોજના ૫૦૦ રૃપિયાના પગાર પર બે માણસો દારૃ વેચવા માટે રાખ્યા હતા : ૭.૮૩ લાખનો મુદ્દામાલ કબજે

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
ઘાઘરેટિયામાં રહેતા નામચીન બૂટલેગરના અડ્ડા પર પોલીસનો દરોડો : સાત લાખનો દારૃ મળ્યો 1 - image

વડોદરા,દંતેશ્વર ઘાઘરેટિયા વિસ્તારમાં વિદેશી દારૃનો ધંધો કરતા નામચીન બૂટલેગરે ફરીથી દારૃ મંગાવી ધંધો શરૃ કર્યો હતો. પીસીબી પોલીસે ગઇકાલે મોડીરાતે દરોડો  પાડીને બૂટલેગરના બે સાગરિતોને ૭ લાખના વિદેશી દારૃ સાથે ઝડપી પાડયા છે. જ્યારે બૂટલેગરની શોધખોળ હાથ ધરી છે.

પીસીબી  પોલીસને માહિતી મળી હતી કે, દંતેશ્વર ઘાઘરેટિયા વિસ્તારમાં રહેતો વિપુલ રમેશભાઇ પંચાલ પગારદાર માણસો રાખી વિદેશી દારૃનો ધંધો કરે છે. તેણે દારૃ સંતાડવા માટે કૃષ્ણ નગર સરકારી સ્કૂલ પાસે ઘાઘરેટિયામાં એક મકાન રાખ્યું છે. ત્યાંથી દારૃ લઇ જઇને તેના માણસો નરેશ પરમાર તથા રાજુ બારિયા મોપેડ પર હોમ ડિલીવરી કરે છે. હાલમાં ત્યાં દારૃનું વેચાણ ચાલી રહ્યું છે. જેથી, પી.આઇ. એસ.ડી. રાતડાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે  રેડ કરી હતી. મોપેડ  પર દારૃ વેચતો નરેશ રાવજીભાઇ પરમાર ( રહે. ગજ ગણેશ સોસાયટી, ટીંબી ગામ  પાસે, વાઘોડિયા રોડ) ઝડપાઇ ગયો હતો. મોપેડમાંથી પોલીસને દારૃની ૧૪ બોટલ મળી આવી હતી. ત્યારબાદ પોલીસે મકાનમાં તપાસ કરતા ત્યાંથી  રાજુ ભાઇલાલભાઇ બારિયા (રહે. કૃષ્ણ નગર, ઘાઘરેટિયા) મળી આવ્યો હતો. બંને આરોપીઓને વિપુલ પંચાલ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, હમણા આવું છું. તેવું કહીને થોડીવાર પહેલા જ તે નીકળી ગયો હતો. વિપુલ બંનેને રોજના ૫૦૦ રૃપિયા આપતો હતો. પોલીસે દારૃની ૨,૬૦૨ બોટલ તથા બિયરના ૫૨૨ ટીન મળી કુલ ૩,૧૨૪ બોટલ કિંમત રૃપિયા ૭.૦૪ લાખ તથા મોેપેડ મળીને કુલ રૃપિયા ૭.૮૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


નામચીન વિપુલ સામે ૩૭ ગુુનાઓ નોંધાયા છે :ત્રણ વખત પાસા

વડોદરા,નામચીન વિપુલ પંચાલ સામે અગાઉ સંખ્યાબંધ ગુનાઓ વાડી, મકરપુરા, પાણીગેટ, હરણી પોલીસ સ્ટેશનમાં મારામારી, ધમકી, પ્રોહિબિશન અને જુગારના ૩૭ કેસ નોંધાયા છે. તેની ત્રણ વખત પાસા હેઠળ અટકાયત થઇ છે. જ્યારે પકડાયેલા આરોપી નરેશ સામે ચાર અને રાજુ સામે પ્રોહિબિશનનો આ પહેલો કેસ નોંધાયો છે. તેની સામે અગાઉ મારામારી, જુગાર અને અકસ્માતના ત્રણ કેસ દાખલ થયા છે.


Google NewsGoogle News