શહેર નજીક ચાલતા દારૃના અડ્ડા પર પોલીસનો દરોડો

૨.૨૭ લાખના વિદેશી દારૃ સાથે બે આરોપી પકડાયા : ત્રણ વોન્ટેડ

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
શહેર નજીક ચાલતા દારૃના અડ્ડા પર પોલીસનો દરોડો 1 - image

વડોદરા,શહેર નજીક ગણપતપુરા ગામ તરફ ઝતા રસ્તા  પર ચાલતા દારૃના ધંધા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડીને બે આરોપીઓને ૨.૨૭ લાખના વિદેશી દારૃના જથ્થા સાથે ઝડપી પાડયા છે.

સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળી હતી કે, મંજુસર પોલીસ સ્ટેશનની હદમાં દુમાડ અને ગણપતપુરા ગામમાં વિદેશી દારૃનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડી મુખ્ય સૂત્રધાર જગદીશ જીણાભાઇ ઠાકોર ( રહે. ગણપતપુરા ગામ) તથા કિરણ બાબરભાઇ ભાલિયા ( રહે.  સિકંદરપુરા ગામ, તા. વાઘોડિયા)ને ઝડપી પાડયા હતા. પોલીસે વિદેશી દારૃ અને બિયરની ૨,૧૪૧ બોટલ કિંમત  રૃપિયા ૨.૨૭ લાખની કબજે કરી છે. આ ઉપરાંત રોકડા ૩૭૦, ત્રણ વાહનો  અને બે મોબાઇલ મળી કુલ રૃપિયા ૬.૨૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે (૧) મનોજ ઉર્ફે અલ્પેશ પ્રવિણભાઇ ઠાકોર (૨) કિશન ઉર્ફે પ્રવિણ ઠાકોર ( બંને રહે. ગણપતપુરા ગામ) તથા (૩) ધવલ ઉર્ફે મુન્નો સુભાષભાઇ જયસ્વાલ ( રહે. સાવલી)ને વોન્ટેડ જાહેર કર્યા છે. ધવલ દારૃનો સપ્લાયર છે.


Google NewsGoogle News