પૂર્વ ડે.સરપંચ સહિત ૯ જુગારીઓને પોલીસે ઝડપી પાડયા
૨૩ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરતી પોલીસ
વડોદરા,મંજુસર ગામમાં જુગાર રમતા વાસણા કોતરિયા ગામના પૂર્વ ડેપ્યૂટિ સરપંચ સહિત ૯ જુગારીઓને પોલીસે ઝડપી પાડી ૨૩ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મંજુસર પોલીસને માહિતી મળી હતી કે, કુંપાડ ગામની સીમમાં આવેલ લાખાપુરા સીમાડામાં રમણભાઇ મેલાભાઇ સિસોદીયાના ખેતરના શેઢા પર ખુલ્લા ઝૂંપડામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે.જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા ૯ જુગારીઓ ઝડપાઇ ગયા હતા. જેમાં (૧) હરિશ ઉર્ફે લાલાભાઇ લક્ષ્મણભાઇ ગોહિલ (૨) કિરણ રમણભાઇ સોલંકી (૩) અરવિંદ ભાઇજીભાઇ મકવાણા ( ્ત્રણેય રહે. વાસણા કોતરીયા ગામ, તા.વડોદરા) (૪) કિરીટ જ્યાંતિભાઇ પરમાર (૫) દશરથ મહેન્દ્રભાઇ ગોહીલ (૬) પ્રવિણ ભીખાભાઇ પરમાર ( રહે. સિસોદીયાપુરા ગામ, તા.સાવલી) (૭) સુલેમાન રહેમાનભાઇ વોરા (૮) મુકેશ શાંતિલાલ ( બંને રહે. મંજુસર) તથા (૯) મહંમદ અભેસિંહ જાદવ ( રહે. ટુંડાવ ગામ,તા. સાવલી) નો સમાવેશ થાય છે. પકડાયેલા જુગારીઓ પાસેથી પોલીસે ૨૩,૭૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.