માંજલપુરના બળાત્કાર કેસમાં પોલીસને નાણાકીય લેવડદેવડના સીસીટીવી ફૂટેજ મળ્યા

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
માંજલપુરના બળાત્કાર કેસમાં પોલીસને નાણાકીય લેવડદેવડના સીસીટીવી ફૂટેજ મળ્યા 1 - image


Image: Freepik

માંજલપુર પોલીસ સ્ટેશનના ચકચાર ભર્યા બળાત્કારના કેસમાં મહિલા પીએસઆઇએ ફ્લાઇટની ટિકિટ માટે રૂપિયા લીધા હોવાના અક્ષય બાદ મચી ગયો હતો. આ કેસની ખાતાકીય તપાસ ડીસીપી ઝોન 3 ને સોંપવામાં આવી છે. જ્યારે બળાત્કારના ગુના ની તપાસ ના મહિલા પીઆઈ કરી રહ્યા છે પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને કલકત્તાના એસ્ટ્રોલોજર પ્રણવ મંડળ સામે પોકસો એક્ટ હેઠળના પુરાવા મળતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ અલગથી ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી મુજબ તપાસ દરમિયાન પોલીસને જુના મકરપુરા પોલીસ સ્ટેશનની સામે આવેલા પાનના ગલ્લાના  સીસીટીવી ફૂટેજમાં પૈસાની લેવડદેવડ થતી હોવાના પુરાવાઓ હાથ લાગ્યા છે તેમજ જે એજન્ટ મારફતે એર ટિકિટ કરાવી હતી તે એજન્ટની પણ પોલીસે પૂછપરછ કરીને નિવેદન નોધી જરૂરી પુરાવાઓ મેળવ્યા છે.

બળાત્કારની ફરિયાદમાં પીડિતા એ જણાવ્યું હતું કે આરોપીએ પોતાના વિડીયો અને ફોટા વાયરલ કર્યા છે તેમ છતાં જે તે સમયે પોલીસે આરોપીનું લેપટોપ તથા પેન ડ્રાઈવ પણ કબજે લીધા ન હતા. આ કેસમાં મિતેશ નામના એક પોલીસ કોન્સ્ટેબલની પણ ભૂમિકા શંકાસ્પદ જણાઈ આવતી હોવાનું પોલીસ  ચર્ચાઈ રહ્યું છે. જોકે આ અંગે તપાસ કરનાર અધિકારી નો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા થઈ શક્યો નથી.


Google NewsGoogle News