દિવાળીની ખરીદી દરમિયાન ભીડનો લાભ લેતા ગુનેગારો સામે પોલીસની ઝુંબેશ

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
દિવાળીની ખરીદી દરમિયાન ભીડનો લાભ લેતા ગુનેગારો સામે પોલીસની ઝુંબેશ 1 - image

વડોદરાઃ દિવાળીની ખરીદી દરમિયાન બજારોમાં  ભીડનો લાભ લેવા માટે સક્રિય બનતા ગુનેગારો સામે પોલીસે લોકોને એલર્ટ કરવા માંડયા છે.

દિવાળીના તહેવારો દરમિયાન બજારોમાં ભારે ભીડ રહેતી હોવાથી ખિસ્સા કાતરુઓ તેમજ અન્ય ગુનેગારો સક્રિય  બની જતા હોય છે.જેને કારણે લોકો રોકડ,દાગીના સહિતની ચીજો ગુમાવતા હોવાના બનાવો બનતા હોય છે.

દિવાળીની ખરીદી માટે જામતી ભીડમાં ગુનેગારો ફાવે નહિં તે માટે પોલીસ ઠેકઠેકાણે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ મારફતે લોકોને ખિસ્સા કાતરૃઓ તેમજ અન્ય  ગુનેગારોથી સાવધાન રહેવા ચેતવી રહી છે.

આ ઉપરાંત પોલીસ દ્વારા જ્વેલર્સ અને આંગડિયા પેઢીની આસપાસ પણ વોચ રાખવામાં આવી રહી છે અને ફૂટ  પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.


Google NewsGoogle News