ઓનલાઇન કાર ભાડે લીધા બાદ કાર પરત કરવાનો ઇનકાર કર્યો, પોલીસ ફરિયાદ

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
ઓનલાઇન કાર ભાડે લીધા બાદ કાર પરત કરવાનો ઇનકાર કર્યો, પોલીસ ફરિયાદ 1 - image

image : Freepik

વડોદરા,તા.15 માર્ચ 2024,શુક્રવાર

વડોદરાના સમા વિસ્તારમાં રહેતી મહિલાની કાર ભાડે લીધા બાદ પરત નહીં કરનાર બે શખ્સ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

સમા વિસ્તારના અણુશક્તિ નગર પાસે અખંડ જ્યોત ફ્લેટમાં રહેતા મિલીન ઠાકરે પોલીસને કહ્યું છે કે મારી પત્નીના નામની કાર માંજલપુરના દીપ ચેમ્બર પાસે મારુતિ ધામ ખાતે રહેતા મૂળ યુપીના અનિલ નાગેસિંગ તેમજ હિતેશ ગુલાલભાઈ પ્રજાપતિ (માંજલપુર કૃષ્ણ ધામ સોસાયટી અલવા નાકા)એ ઝુમ કાર પ્રાઇવેટ લિમિટેડ પરથી ભાડે લીધી હતી.

પરંતુ ત્યારબાદ આ બંને શખ્સ દ્વારા કાર પરત કરવામાં આવી નથી. વારંવાર ઉઘરાણી કરવા છતાં તેઓ માનવા તૈયાર નથી. જેથી સમા પોલીસે બંને શખ્સ સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News