Get The App

વિહારના ખેડૂતના ખેતરમાં ભેલાણ કરી નુકસાન કરતાં પોલીસ ફરિયાદ

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
વિહારના ખેડૂતના ખેતરમાં ભેલાણ કરી નુકસાન કરતાં પોલીસ ફરિયાદ 1 - image


પોલીસે અજાણ્યા ગોવાળ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

માણસા :  માણસા તાલુકાના વિહાર ગામના ખેડૂત ની ખેતીની જમીન બિલોદરા ગામની સીમમાં આવેલી છે જે પાંચ વીઘા જમીનમાં તેમણે ગવાર અને તલનું વાવેતર કર્યું હતું જેમાં ગઈકાલે કોઈ અજાણ્યા ગોવાળોએ તેમના ખેતરમાં ગાયો છૂટી મૂકી દેતા અઢીથી ત્રણ લાખ રૃપિયાનું ભેલાણ કરી નુકસાન કરતા ખેડૂતે અજાણ્યા લોકો વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માણસા તાલુકાના વિહાર ગામના વતની અને હાલ રાંધેજા રહેતા અને જમીન દલાલી તેમજ ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવતા આશિષકુમાર સુરેશકુમાર પટેલની ખેતીની પાંચ વીઘા જમીન બિલોદરા ગામની સીમમાં આવેલી છે અને આ જમીનમાં તેમણે આ વર્ષે ગવાર તથા કાળા તલનું વાવેતર કરેલું છે જેમાં ગઈકાલે તેમના આ ખેતરમાં કેટલાક ગોવાળોએ તેમની ગાયો ખેતરમાં નાખી ખેતરમાં ભેલાણ કર્યું હતું જે બાબતની જાણ ખેડૂતને થતા તેઓ બીજા દિવસે ખેતરમાં આવી જોતા કોઈએ ગેરકાયદેસર રીતે ગાયો નાખી ખેતીની ઉપજનું ભેલાણ કરી રૃપિયા અઢીથી ત્રણ લાખનું નુકસાન કરી બગાડ કર્યો હોવાનું માલુમ પડતા તેમણે ચડાસણા ગામના એક ગોપાલકને મળી સમગ્ર બાબતે વાત કરી હતી પરંતુ તેમને ખેતરમાં નુકશાન કરનારનું નામ તે પતો મળ્યો ન હતો જેથી ખેડૂતે તેમના ખેતરમાં ગાયો નાખી અઢીથી ત્રણ લાખ રૃપિયાનું નુકસાન કરનાર અજાણ્યા ગોવાળ વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News