Get The App

ચાપડ ગામ વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ થતાં પોલીસ ફરિયાદ

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
ચાપડ ગામ વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ થતાં પોલીસ ફરિયાદ 1 - image


Image: Freepik

ચાપડ ગામ વિસ્તારમાં રવડોદરાના ચાપડ ગામ વિસ્તારમાં રહેતી ઘરેથી બહાર ગયા બાદ સગીરા મોડી રાત સુધી ઘરે પરત નહીં ફરતા માતા સહિતના પરિવારના સભ્યોએ તેની આસપાસના વિસ્તારમાં તથા સગા સંબંધીઓના ઘરે તપાસ કરી હતી. જેથી આખરે માતા આટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમની દીકરીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી.

વડોદરાના ચાપડ ગામ વિસ્તારમાં રહેતી મહિલાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇ તા.૨૨/૦૮/૨૦૨૪ ના રોજ હું તથા મારા પતિ બન્ને સવારમાં સાત વાગ્યે સોસાયટીમાં સફાઈ કરવાનુ કામ કરવા માટે ગયા હતા અને ઘરે મારા સાસુ-સસરા તથા મારી દિકરીઓ તથા દિકરો ઘરે હાજર હતા. આખો દિવસ  સોસાયટીમાં કામ કરી સાંજે સાત વાગ્યે ઘરે પરત આવ્યા હતા અને ઘરમાં મારી મોટી દિકરી ઘરે જમવાનુ બનાવતી હતી અને ઘરમાં મારી અન્ય દિકરી  જોવા મળેલ ન હતી. જેથી મે મારી મોટી દિકરીને તેના બાબતે પુછયું હતું ક્યાંક બહાર ગઈ હશે તેમ જણાવ્યું હતુ.  પરંતુ આ મારી દિકરી  મોડા રાત સુધી ઘરે પરત આવી ન હતી. જેથી અમે દીકરીની ગામમાં આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવા છતાં તેણી મળી આવી  ન હતી. જેથી મે અમારા સગા સબંધીઓને ત્યાં પણ તપાસ કરવા હતા તેનો કોઈ પતો લાગ્યો ન હતો. મારી દીકરીનું કોઈ અજાણ્યો ઇસમ અપહરણ કરી લઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. અટલાદરા પોલીસે માતાની ફરિયાદના આધારે સગીર દીકરીની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News