વડોદરાના એકતા નગર વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ
વડોદરા,તા.13 એપ્રિલ 2023,ગુરૂવાર
વડોદરા શહેરના એકતા નગર વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ગુના અંગે કાર્યવાહી કરવામાં આવી હતી.
વડોદરા શહેરમા બનતા મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ ડિટેક્ટ કરવા સારૂ પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી.વાઘેલાની સુચના મુજબ બાપોદ પોલીસ સ્ટેશન હદમા આવેલ એકતાનગર વિસ્તારમા જનરલ કોમ્બીંગનુ આયોજન કરી જેમા બાપોદ પોલીસ સ્ટેશનના તથા વડોદરા શહેર ક્રાઇમ બ્રાંચના તેમજ એસ.આર.પી.ના અધિકારી/કર્મચારીઓ મળી એક અધિકારી તથા ૦૭ પોલીસ કર્મચારીની એવી કુલ- ૦૪ ટીમ બનાવી બાપોદ પોલીસ સ્ટેશનના એકતાનગર વિસ્તારના એમ.સી.આર તથા હિસ્ટ્રીસીટરો ચેક કરવામા આવ્યા તેમજ પ્રોહી/જુગારની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધમા કાયદેસરની કડક કાર્યવાહી કરવામા આવી હતી.
જનરલ કોમ્બીંગ દરમ્યાન કરેલ કામગીરી :-
એમ.સી.આર ચેક 22,
હિસ્ટ્રીશીટર ચેક - 11,
પ્રોહી કેસ - 04,
વાહન ડિટેન – 03,
સમન્સ વોરંટ બજવણી - 21