નિઝામપુરાના સ્પા સેન્ટરમાંથી ગેરકાયદે કામ કરતી પરપ્રાંતીય યુવતી મળતાં સંચાલક સામે કેસ

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News

વડોદરાઃનિઝામપુરાના સ્પા સેન્ટરમાંથી ગેરકાયદે કામ કરતી પરપ્રાંતીય યુવતી મળતાં સંચાલક સામે કેસ 1 - image સ્પા સેન્ટરોમાં ચાલતા  ગોરખધંધા સામે પોલીસે ઝુંબેશ શરૃ કરતાં નિઝામપુરાના સ્પામાં ગેરકાયદે કામ કરતી પરપ્રાંતીય યુવતી મળી આવી હતી.જેથી તેના સંચાલક સામે કેસ કરવામાં આવ્યો છે.

સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતી પર રેપ અને સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાના કેસ બાદ એસઓજી દ્વારા સ્પા સેન્ટરોમાં સર્ચ કરવામાં આવ્યું હતું.તો  બીજીતરફ એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ ડો.ભાવના પટેલની ટીમે પણ સ્પા સેન્ટરોમાં સર્ચ કરી રહી છે.

આ દરમિયાન આ ટીમે નિઝામપુરા મેન રોડ પર સનમાર્સ કોમ્પ્લેક્સમાં આવેલા ફિલિંગ સ્પા એન્ડ સલૂનમાંથી એક પરપ્રાંતીય યુવતીની તપાસ કરતાં તેણે પોલીસ વેરિફિકેશન વગર રાખવામાં આવી હોવાની વિગતો ખૂલી હતી.અગાઉ પણ સ્પા સંચાલકને આ અંગે ચેતવણી આપવામાં આવી હોવા છતાં વેરિફિકેશન નહિં કરાતાં સંચાલક વિવેક લક્ષ્મણ ગોયેલ(વિશ્વાસ હા.સોસાયટી, અડાજણ,સુરત) સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો છે.


Google NewsGoogle News