સ્પા અને કપલ બોક્સ સામે પોલીસની ઝુંબેશઃસાત સ્થળે દરોડા

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
સ્પા અને કપલ બોક્સ સામે પોલીસની ઝુંબેશઃસાત સ્થળે દરોડા 1 - image

વડોદરાઃ વડોદરા પોલીસે જુદાજુદા વિસ્તારોમાં સ્પા અને કપલ બોક્સ સામે ઝુંબેશ ઉપાડી સીસીટીવી નહિં રાખવા  બદલ તેમજ સ્પામાં કામ કરતી યુવતીઓની માહિતી છુપાવવા બદલ છ ગુના નોંધ્યા છે.

એન્ટી હ્યુમન ટ્રાફિકિંંગ યુનિટની ટીમ માંજલપુરના મેપલ પ્લાઝાના ડિવાઇન સ્પા માં મહારાષ્ટ્રની યુવતીને રાખી પોલીસને માહિતી નહિં આપવા બદલ મેનેજર ધર્મેશ ભીખાભાઈ સોલંકી(નવાપુરા ફળિયા, માંજલપુર)ની અટકાયત કરી હતી.જ્યારે સ્પાના માલિક શંકરસિંહ ભગતસિંહ ચુંડાવત (કાન્હા ગોલ્ડ,ડભોઇ રોડ,વડોદરા)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સયાજીગંજ પોલીસે ફતેગંજના એમ્પરર બિલ્ડિંગમાં હાઇધ વે કેફે અને સાંઇનાથ એવન્યૂના સિક્રેટ કેફેમાં સીસીટીવી નહિં રાખવા બદલ રાહુલ નાનજીભાઇ પરમાર (અમરનગર,નવાયાર્ડ) અને ભરત કાવાભાઇ ભરવાડ(ભરવાડવાસ,ફતેગંજ) સામે ગુનો નોંધ્યો હતો.

જ્યારે ફતેગંજ પોલીસે છાણી રોડની માહી સ્પામાં પરપ્રાંતીય યુવતીની માહિતી જાહેર નહિં કરવા બદલ દિક્ષાસિંગ દિપકસિંગ (કૃષ્ણન ડીમોરા,છાણી કેનાલરોડ) અને ફતેગંજના રોઝેટ કોમ્પ્લેક્સામં ધ ટેન્ટ કેફેના સંચાલક જીમિત હરેશભાઇ રાઠવા, ઉમંગ સતિષભાઇ કાળે(બંને રહે.ખટંબા, વાઘોડિયારોડ) અને અશ્વિન ભાનુભાઇ પરમાર(શક્તિપાર્ક,જામનગર)સામે ગુનો નોંધ્યો છે.આ ઉપરાંત પાણીગેટ અને મકરપુરામાં પણ ત્રણ કેસ કર્યા છે.


Google NewsGoogle News