અકોટાના બિલ્ડરના 'ગામઠી' બંગલામાં મધરાતે બર્થ ડે પાર્ટી સાથે દારૃની મહેફિલઃ3 યુવતી સહિત 21 પકડાયા

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
અકોટાના બિલ્ડરના 'ગામઠી' બંગલામાં મધરાતે બર્થ ડે પાર્ટી સાથે દારૃની મહેફિલઃ3 યુવતી સહિત 21 પકડાયા 1 - image

વડોદરાઃ અકોટાની અલકા સોસાયટીમાં ગઇ મધરાત બાદ બર્થડે પાર્ટીમાં ગીતો પર ડાન્સ સાથે દારૃની મહેફિલ ચાલતી હોવાની વિગતોને પગલે ગોત્રી પોલીસે દરોડો પાડી ત્રણ યુવતી સહિત ૨૧ પીધેલાઓને ઝડપી પાડયા હતા.

અકોટાની અલકા સોસાયટીમાં આવેલા વિધિ ડેવલોપર્સના બિલ્ડર વિજયભાઇ શાહના ગામઠી નામના બંગલામાં રાતે દોઢેક વાગ્યાના અરસામાં વૈભવ શાહની બર્થ ડે પાર્ટી ચાલતી હોવાની વિગતોને પગલે ગોત્રી પોલીસના પીએસઆઇ વી એમ નમસાએ દરોડો પાડયો હતો.આ વખતે બંગલામાં રહેતા વિજય ગીરધારીલાલ શાહે દરવાજો ખોલતાં પોલીસ બીજા માળે પહોંચી હતી.જેથી દારૃની મેહફિલના રંગમાં ભંગ પડયો હતો.

પોલીસે સ્થળ પરથી દારૃની ખાલી ૧૦ બોટલ અને જુદીજુદી બ્રાન્ડની ભરેલી ૩ બોટલ કબજે કરી હતી.હોલમાં હાજર લોકોની તપાસ કરતાં તમામ પીધેલા જણાઇ આવ્યા હતા.જેથી ત્રણ યુવતી અને ૧૮ યુવકની અટકાયત કરી પોલીસ સ્ટેશને લવાયા હતા.

પોલીસે બંગલાના કમ્પાઉન્ડમાંથી મિત વિજયભાઇ પટેલની કંપાસ જીપ,નીશિથ પંકજભાઇ શાહની ફોક્સ વેગન કાર, ધૈર્ય ભરતકુમાર જોષીની બલેનો કાર અને ગુંજન સિધ્ધાર્થ મહેતાની હોન્ડા અમેજ કાર કબજે કરી હતી.જ્યારે ત્રણ ટુવ્હીલર અને ૧૭ મોબાઇલ મળી કુલ રૃ.૧૯.૩૪ લાખની મત્તા કબજે કરી તમામ સામે મહેફિલનો કેસ કર્યો હતો.

પકડાયેલા યુવક-યુવતીઓના નામ-સરનામા

(૧) ગુંજન સિધ્ધાર્થ મહેતા (૨) સિધ્ધાર્થ દિપક મહેતા(બંને રહે.અર્થ એમ્બ્રોસિયા, સમા-સાવલી રોડ(૩) મેઘા ચંચલ સામંતા (અંશ કોમ્પ્લેક્સ, સમા)(૪) પ્રાંજલ દેવાંગ શાહ(અમિત નગર, કારેલીબાગ) (૫)લક્કી પ્રિન્સ ભટ્ટ(શિવાની ફ્લેટ,ગોત્રી) (૬) કોમિલ આશિષ હિંગુલ (સંધ્યાનગર, માંજલપુર) (૭)ધૈર્ય ભરતકુમાર જોષી (હરિકૃપા સોસાયટી ગોત્રીરોડ)(૮) રિયાઝ જમીન અહેમદ વોરા (સોદાગર બિલ્ડિંગ, ચાંપાને૨ગેટ પાસે)(૯)રાહુલ વૈદ(અકોટા રોડ) (૧૦)મહાનિત વિજય ભાઈ શાહ (ગામઠી,અલકા સોસાયટી અકોટા) (૧૧)કૃણાલ દેવેન્દ્ર ખેરા (ગુલાબ વાટીકા સોસાયટી,ઓપી રોડ)(૧૨)સમીર મનસુખ ભાઈ ચૌહાણ (મંગલમૂત સોસાયટી, મધર સ્કૂલ સામે,ગોત્રી) (૧૩) ષિમ રાજેશ ભાઈ પિસોલકર(શીયાબાગ, કુંભારવાડા) (૧૪) નિશીથ પંકજભાઈ શાહ (પ્રથમ સોસાયટી, અટલાદરા)(૧૫)મીત વિજય પટેલ (અંબાલાલ પાર્ક ,માંજલપુર)(૧૬) મોહિત મિલાપચંદ દોશી (ગીરીરાજ એસવીપી રોડ,ઓપેરા હાઉસ ત્રીજા માળે મુંબઈ) (૧૭) પિન્ટુ કુમાર મહેન્દ્રસિંઘ ચંદ્રવંશી (ખાનપુર ગામ,તા.વડોદરા)(૧૮)મુકેશકુમાર શાંતિલાલ ખેર (પરશુરામ ભઠ્ઠા, સયાજીગંજ) (૧૯)વૈભવ વિજય શાહ (ગામઠી બંગલો,અલકા સોસાયટી અકોટા)(૨૦) દીપ વિજયભાઈ શાહ (વલ્લભ કોમ્પ્લેક્સ, ઘડિયાળી પોળ)(૨૧)સાહિલ અત્યાર શેખ (હસનપાર્ક,જાસપુર રોડ, પાદરા).


Google NewsGoogle News