ન્યુ અલકાપુરી અને ગોત્રી રોડ પર નશામાં ચૂર પાંચ પકડાયા, પીધેલાની કમરના ભાગેથી અડધી બોટલ મળી

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
ન્યુ અલકાપુરી અને ગોત્રી રોડ  પર નશામાં ચૂર પાંચ પકડાયા, પીધેલાની કમરના ભાગેથી અડધી  બોટલ મળી 1 - image

વડોદરાઃ પોલીસે ગઇ રાતે દારૃના નશો કરી બહાર નીકળેલા પાંચ જણાને ઝડપી પાડયા હતા.જેમાં એક કાર ચાલકનો પણ સમાવેશ થાય છે.

ગોત્રીના મલ્હાર પોઇન્ટ પાસે પોલીસે બેફામ કાર હંકારતા જૈમિલ રાજેશભાઇ મામતોરા(અક્ષરધામ સોસાયટી,હરણી-વાર સિયા રિંગ રોડ)ને ઝડપી પાડયો હતો.જ્યારે, ન્યુ અલકાપુરી આંબાવાડી રોડ પર ઉદિત સુનિલ પટેલ (વ્રજનંદન ફ્લેટ,ગોત્રી) અને રીતેશ દેસાઇ(દ્વારકાધિશ સોસાયટી,પાદરા) દારૃ પીધેલી હાલતમાં પકડાયા હતા.

અલકાપુરી ભારત પેટ્રોલપંપ પાસે પોલીસે અરૃણ મોરલીધર નાવાની (શીવધારા ફ્લેટ્સ,વારસિયા) અને પરેશ અશોકભાઇ બારોટ(સલાટવાડા)ને દારૃનો નશો કરેલી હાલતમાં ઝડપી પાડયા હતા.


Google NewsGoogle News