ચોરીની બાઇક સાથે સગીર સહિત ત્રણને ઝડપી પાડતી પોલીસ

પોલીસને વાહન ચેકિંગ કરતા જોઇ બાઇક ફેંકીને ભાગ્યા હતા

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News

 ચોરીની બાઇક સાથે સગીર સહિત ત્રણને ઝડપી પાડતી  પોલીસ 1 - imageવડોદરા.પોલીસને જોઇને ચોરીની બાઇક ફેંકીને ભાગતા ત્રણ ચોરને વરણામા  પોલીસે ઝડપી પાડી બંને બાઇક કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વરણામા પોલીસ સ્ટેશનનો સ્ટાફ કેલનપુર ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગ કરતો હતો. સાંજે પોણા પાંચ વાગ્યે વડોદરા તરફથી બે બાઇક પર ત્રણ યુવકો શંકાસ્પદ ચોરીની બાઇક લઇને આવ્યા હતા. પોલીસને જોઇને તેઓ બાઇક ફેંકીને ભાગ્યા હતા. પોલીસના સ્ટાફે પીછો કરીને ૧૮ વર્ષના નરેશ રેવજીભાઇ રાઠવા ( રહે. કાકરપા કાછલીયા ફળિયું, છોટાઉદેપુર),  ઉમેશ ધુલીયાભાઇ ચૌહાણ ( રહે. ભોલવાટ, ગમન ફળિયું, તા.કઠીવાળા, છોટાઉદેપુર) તથા એક સગીરને ને ઝડપી લીધા હતા. તેઓની પૂછપરછ દરમિયાન એક બાઇક વરણામા ગામ  હાઇવે  પાસેથી તથા બીજી બાઇક કરજણ હાઇવે નજીકથી ચોરી કરી હતી. પોલીસે ત્રણેયને ઝડપી પાડી  બંને બાઇક કબજે લીધી હતી.


Google NewsGoogle News