વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પેરોલ જમ્પ કરીને પોકસોનો કેદી ફરાર
વડોદરા,તા.6 ડિસેમ્બર 2023,બુધવાર
વડોદરા મધ્યસ્થ જેલમાંથી પાકા કામના કેદી 10 દિવસની પેરોલ રજા પર મુકત થયા બાદ પરત જેલમાં હાજર નહી થઇને ફરાર થઇ ગયો હતો. જેની જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે પોક્સોના ગુનામાં સજા કાપતો હતો.
માંજલપુર દરબાર ચોકડી પાસે શિવમ સોસાયટીમાં રહેતા જે જે પરમાર વડોદરા મધ્યસ્થ જેલમાં જેલર તરીકે ફરજ નિભાવે છે. તેઓ પોલીસ ફરીયાદ નોંધાવી છે કે પ્રવિણ મસુર પગી (રહે-ઘાટડા ઠે-પંચાયત ફળી યુ, તા-વિરપુર, જી-મહિસાગર)ને વિરપુર પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનામાં સેન્ટ્રલ જેલમાં નામ. સ્પે. પોક્સો જજ અને એડી સેસન્સ કોર્ટ લુણાવાડાએ તા.05/01/2023ના રોજ 20 વર્ષની કેદ તથા દંડ રકમ રૂ.5000 તેમજ દંડ ન ભરવા બદલ વધુ 6 માસની સજા ફરમાવી હતી. જેથી પ્રવિણ પગી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપતો હતો. દરમિયાન 10/11/2023ના રોજ દિન-10 (દસ) માટે પેરોલ રજા મંજુર થતાં કેદીને તા.12/11/2023ના રોજ પેશેલ રજા પર મુકત કરાયો હતો. કેદીએ રજા પૂર્ણ થયા બાદ તા.23/11/2023ના રોજ જેલમમાં પેરોલ રજા પરથી હાજર થવાનુ હતું પરંતુ હાજર નહી થઇને કેદી ફરાર થઇ ગયો હતો.