Get The App

વડોદરામાં કૃત્રિમ તળાવમાં યોગ્ય રીતે વિસર્જન નહીં થતાં દશામાની મૂર્તિઓની અવદશા

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
વડોદરામાં કૃત્રિમ તળાવમાં યોગ્ય રીતે વિસર્જન નહીં થતાં દશામાની મૂર્તિઓની અવદશા 1 - image


Vadodara News : વડોદરા શહેરમાં દશામાની મૂર્તિઓના વિસર્જન માટે ત્રણ તળાવ નક્કી કર્યા હતા. પરંતુ તેમાં પૂરતું પાણી નહીં હોવાને કારણે મૂર્તિઓનો વિસર્જન યોગ્ય રીતે નહીં થતાં ભાવિક ભક્તોમાં કોર્પોરેશનની નિષ્કાળજી અંગે આક્રોશ જોવા મળ્યો હતો.

ભક્તોના ઘરે 10 દિવસનું આતિથ્ય માણીને દશામા વિદાય લઇ રહ્યા છે. ત્યારે મૂર્તિ વિસર્જનની તૈયારીઓમાં તંત્ર કાચુ પડ્યું હતું. શહેરના માંજલપુર વિસ્તારમાં દશામાના વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલું કૃત્રિમ તળાવ પરોઢીયે સુધીમાં તો દશામાની મૂર્તિઓનો ખડકલો થઈ જતા યોગ્ય રીતે વિસર્જન થઈ શક્યું ન હતું. જેના કારણે કેટલાક માઇ ભક્તોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. તો કેટલાક માંઇ ભક્તો અન્યત્રે વિસર્જન કરવા દશામાની પ્રતિમાઓને લઈ જવાની ફરજ પડી હતી.

તાજેતરમાં દશામાંના વ્રતની શહેરમાં રંગેચંગે ઉજવણી શરૂ થઇ હતી. વડોદરામાં મોટી સંખ્યામાં જાહેરમાં અને પોતપોતાના ઘરમાં દશામાંની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ભક્તોને ત્યાં 10 દિવસનું આતિથ્ય માણીને ગઈ મધરાતથી દશામાંની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે દશામાની મૂર્તિઓના વિસર્જનને લઇને તંત્ર તૈયારીઓમાં ઊંણું ઉતર્યું હતું.

વડોદરામાં કૃત્રિમ તળાવમાં યોગ્ય રીતે વિસર્જન નહીં થતાં દશામાની મૂર્તિઓની અવદશા 2 - image

વડોદરાના માંજલપુર વિસ્તારમાં પાલિકા દ્વારા દશામાની મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. તળાવમાં મધરાતથી શરૂ થયેલા વિસર્જન બાદ ગણતરીના કલાકોમાં જ છલોછલ થઇ ગયું હતું. જેના કારણે વધુ મૂર્તિઓનું સન્માનપૂર્વક વિસર્જન કરવું મુશ્કેલ બન્યું હતું. પરિસ્થિતી બાદ પણ છલોછલ ભરાઇ ગયેલા કૃત્રિમ તળાવમાં માતાજીનું વિસર્જન કરવું યોગ્ય ન જણાતા કેટલાક ભક્તો દ્વારા ત્યાંથી મૂર્તિ લઇને અન્યત્રે વિસર્જન કરવા નિકળી ગયા હતા. જે સ્પષ્ટ બતાવે છે કે, તંત્ર તૈયારીઓમાં કાચું પડ્યું છે. જ્યારે સુરસાગરની સ્થિતી હતી ત્યારે ખુબ સારી રીતે વિસર્જન થતું હતું. તેને બંધ કરીને કૃત્રિમ તળાવો કરવામાં આવ્યા છે જેથી મુશ્કેલી પડી રહી છે.


Google NewsGoogle News