Get The App

ફ્લાય ઓવરબ્રિજની નીચેથી સિક્સલેન અન્ડરપાસ આપવાની યોજના વિલંબિત

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
ફ્લાય ઓવરબ્રિજની નીચેથી સિક્સલેન અન્ડરપાસ આપવાની યોજના વિલંબિત 1 - image


અપોલો બ્રિજનું કામ જ અધુરૃ રહેતાં

આ સુવિધા સાકાર થાય તો સ્થાનિકોએ બે કિલોમીટરથી વધુના ચક્કર ફરીને એકથી બીજા સ્થળે જવાનું રહેશે નહીં

ગાંધીનગર :  ચૂંટણીની જાહેરાત પહેલા મતદારોના માનસપટ પર ઉપસે તેવી ગંજાવર ખર્ચની યોજનાઓ જાહેર કરવાની પ્રથા છે. આવી વાત વિધાનસભાની ચૂંટણી પહેલા થઇ હતી. જેમાં એપોલો ફ્લાય ઓવરબ્રિજની નીચેથી સિક્સલેન અન્ડરપાસ આપવાની સાથે રૃપિયા ૫૦ કરોડના ખર્ચની યોજના અંતર્ગત સવસ રોડ અને એરિયા ડેવલપમેન્ટની બાબતોનો ઉલ્લેખ હતો. પરંતુ ફ્લાય ઓવરનું કામ જ અધુરૃ રહેતા અન્ડરપાસ પણ વિલંબમાં પડયો છે.

સરદાર પટેલ રીંગ રોડ પર ભાટ પાસેના એપોલો જંકશન પર ફ્લાય ઓવરબ્રિજનું કામ ધીમી ગતિએ કરવામાં આવી રહ્યું છે. પરંતુ ટ્રાફિક જામની જે સ્થિતિ આ માર્ગ પર  વિકટ છે. પ્રતિ કલાકે અહીંથી પસાર થતાં વાહનોની સંખ્યામાં છેલ્લા વર્ષો દરમિયાન જે જંગી વધારો થયો છે. તેના કારણે અહીં ફ્લાય ઓવરબ્રિજ બંધાયા પછી પણ વાહન ચાલકોને કોઇ મોટી રાહત મળવાના અણસાર નહીં જણાતાં સિક્સલેન અન્ડરપાસ આપવાની વિચારણા કરાઇ છે. તેની સાથો સાથ સવસ રોડ આપવામાં આવશે. જો આ યોજના સાકાર થાય તો આગામી લાંબા સમય સુધી ટ્રાફિક જામ થવાની સમસ્યાથી વાહન ચાલકોને રાહત મળશે. આ ઉપરાંત જંકશનની આસપાસના સ્થાનિક રહેવાસીઓને ફ્લાય ઓવરબ્રિજ પર થઇને જ અથવા તો સિક્સલેન અન્ડરપાસમાંથી જ પસાર થવાની સ્થિતિમાંથી પણ છુટકારો મળશે અને બે કિલોમીટરથી વધુના ચક્કર ફરીને એકથી બીજા સ્થળે જવાની સંભવિત સ્થિતિને ટાળી શકાશે. ગાંધીનગર અને અમદાવાદમાં અત્યાર સુધીમાં બાંધવામાં આવેલા અન્ડરપાસનો અનુભવ વાહન ચાલકો માટે સારો રહ્યો તે વાત પણ અહીં નોંધનિય રહેશે. ખાસ કરીને ચોમાસાના દિવસોમાં સામાન્ય વરસાદ પડવાની સાથે અન્ડરપાસ સ્વીમિંગ પુલમાં ફેરવાઇ જતાં હોવાનો જ અનુભવ રહ્યો છે. ત્યારે સિક્સલેન અન્ડરપાસમાં વરસાદી દિવસોમાં પાણી ભરાય ત્યારે તેનો ઝડપથી નિકાલ કરી શકાય તે પ્રકારના હેવી પંમ્પસેટ મુકવાનું આયોજન પણ વિચારાયું છે. યોજના પાર પડશે, તો એપોલો જંકશન વિસ્તારના રોડ એન્જીનિયરીંગમાં મોટા બદલાવ થવાનું નક્કી રહેશે.


Google NewsGoogle News