Get The App

સેક્ટર-૨૮ ગાર્ડનમાં ટ્રેન ડ્રાઈવર અને મુસાફરો વચ્ચે પાઇપો ઉછળી

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
સેક્ટર-૨૮ ગાર્ડનમાં ટ્રેન ડ્રાઈવર અને મુસાફરો વચ્ચે પાઇપો ઉછળી 1 - image


નજીવી તકરારે ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું

ઘાયલોને સારવાર માટે સિવિલ ખસેડવામાં આવ્યા પોલીસે બંને પક્ષે ગુનો દાખલ કરી તપાસ આદરી

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર ૨૮માં આવેલા ગાર્ડનમાં ટ્રેન ડ્રાઈવર અને મુસાફરો વચ્ચે ગઈકાલે મોડી સાંજે નજીવી બાબતમાં તકરાર થઈ હતી અને બંને પક્ષે પાઇપો ઉછળી હતી. જેમાં ડ્રાઇવર અને અન્ય ઈસમોને ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા. પોલીસે બંને પક્ષે ગુનો દાખલ કર્યોે હતો.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના સેકટર - ૨૮ ગાર્ડનમાં મિની ટ્રેનના ડ્રાઇવર તરીકે નોકરી કરતા વિશાલ મુરલીધર ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તે અને ટીટી વિક્રમ ફરજ ઉપર હાજર હતા. એ વખતે સાંજના ટ્રેનની એન્જિનના પાછળના ડબ્બામાં બેસેલા ઈસમે જોરથી બૂમ પાડીને ટ્રેન ઊભી રખાવી એકદમ ઊભો થઈ ગયો હતો. આથી વિશાલે ઈશારો કરીને ટીટી વિક્રમને મુસાફરોને નીચે બેસાડી દેવા કહ્યું હતું. જેથી તે અને તેની સાથેના અન્ય ઈસમોએ એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી નીચે ઉતરીને વિશાલને નીચે પાડી દઈ ગળું દબાવી પાઈપ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ હુમલામાં વિશાલને પગે અને કપાળના ભાગે ઈજાઓ થઈ હતી. તો બીજી બાજુ જુહાપુરાનાં અકબરખાન યાકુબખાનખાન પઠાણે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તે અને તેના સંબંધીઓ સેકટર ૨૮ ગાર્ડનમાં ફરવા માટે ગયા હતા. એ વખતે એક એક કરીને ટ્રેનમાં બેસવા દોડયા હતા. ત્યારે ટ્રેનના ડ્રાઈવરે ધીમી ગતિ ટ્રેન ચાલુ કરી હતી. જો કે, અમારી સાથેના બે બહેનો અને બાળકોને બેસવાનું બાકી હોવાથી ડ્રાઇવરને ટ્રેન ઊભી રાખવાનું કહ્યું હતું.જેથી ડ્રાઇવર અચાનક ગાળો બોલવા લાગ્યો હતો. જેને ગાળો બોલવાની ના પાડતાં તે એકદમ ઉશ્કેરાઈ જઈ આજુબાજુમાંથી પાઈપ લાવી અકબર અને સાથેના મહમદ અયાન મહમદ ઈકબાલ શેખને મારી દીધી હતી. ગાર્ડનની બહાર નીકળતા હતા તે વખતે ડ્રાઈવરે છરી વડે અકબર અને મહમદ અમાન ઉપર પાછળથી હુમલો કર્યો હતો.


Google NewsGoogle News