Get The App

તાંદલજામાં જૂના ઝઘડાની અદાવતે પાઇપથી હુમલો

બહેનનું લગ્ન હોવાથી તે સમયે ફરિયાદ કરી નહતી

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
તાંદલજામાં જૂના ઝઘડાની અદાવતે પાઇપથી હુમલો 1 - image

વડોદરા,તાંદલજામાં જૂના ઝઘડાની અદાવતે મારામારી થતા જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તાંદલજા અક્સા  હાઇટ્સમાં રહેતો અફજલખાન ઉર્ફે અજ્જુ અનવરખાન પઠાણ નાગરવાડા સિરીલ મોટર્સ ખાતે નોકરી કરે છે. જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૨૬મી નવેમ્બરે મારી બહેનનું લગ્ન  હતું અને એમ.પી.થી જાન આવવાની હતી. આગલા દિવસે રાતે મહેમાનો આવ્યા હોવાથી જમણવારનો પ્રોગ્રામ પતાવીને રાતે હંું તથા મારો મિત્ર ફૈઝખાન બાઇક લઇને  રેલવે સ્ટેશન નાસ્તો કરવા ગયા હતા. તે દરમિયાન મોહંમદ કાસીમ તથા મોહંમદ એહમદે બાઇક લઇને આવી જૂના ઝઘડાની અદાવત રાખી અમારી સાથે ઝઘડો કર્યો હતો. પરંતુ, મારી બહેનનું લગ્ન હોવાથી અમે ત્યાંથી નીકળી ગયા હતા. મેં મારા મોટા ભાઇને કહેતા તેઓ બંનેના ઘરે સમજાવવા ગયા હતા.મોહંમદ એહમદે લોખંડની  પાઇપથી હુમલો કરતા મને માથામાં વાગતા હું નીચે પડી ગયો હતો. મારી બહેનનું લગ્ન હોવાથી તે સમયે મેં ફરિયાદ કરી નહતી.


Google NewsGoogle News