૭૮ લાખનો દારૃ પકડાતા બાપોદ પી.આઇ.સસ્પેન્ડ

પી.એસ.આઇ.ની ટ્રાફિક શાખામાં અન્ય બે કોન્સ્ટેબલની પણ બદલી

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
૭૮ લાખનો દારૃ પકડાતા બાપોદ પી.આઇ.સસ્પેન્ડ 1 - image

વડોદરા,આજવા રોડ સરદાર એસ્ટેટમાંથી પકડાયેલા વિદેશી દારૃના પગલે બાપોદ  પોલીસ સ્ટેશનના પી.આઇ.ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 આજવા રોડ સરદાર એસ્ટેટ શ્રી હરિ એસ્ટેટ નજીક ઓપન  પ્લોટમાં દારૃની કટિંગ થવાનું છે. તેવી માહિતી સ્ટેટ મોનિટરીંગ સેલને મળતા પોલીસની ટીમે રેડ પાડી  વિદેશી  દારૃની ૩૮,૪૧૨ બોટલ કિંમત રૃપિયા ૭૮,૦૦,૬૦૦ નો ઝડપી પાડયો હતો. પોલીસે સ્થળ પરથી પાંચ આરોપીઓને ઝડપી પાડયા હતા. આ રેડના પગલે બાપોદ પોલીસ સ્ટેનશનના પી.આઇ.સી.પી.વાઘેલના સસ્પેડન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે પી.એસ.આઇ. સી.એમ.પારેખની ટ્રાફિક શાખામાં, હે.કો. દેવરાજસિંહની કંટ્રોલ રૃમમાં અને હે.કો.  હરેશભાઇની સ્પેશ્યલ બ્રાંચમાં બદલી કરવામાં આવી છે.


Google NewsGoogle News