ભુતડીઝાંપા વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપનું લાયસન્સ સસ્પેન્ડ

એક્સ્પ્લોઝિવ ઓથોરિટિ દ્વારા પેટ્રોલપંપને સીલ કરવા પોલીસને જાણ કરાઇ

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
ભુતડીઝાંપા વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપનું લાયસન્સ સસ્પેન્ડ 1 - image

વડોદરા, તા.20 શહેરના ભુતડીઝાંપા વિસ્તારમાં આવેલા આઇઓસીએલ કંપનીના પેટ્રોલપંપનું લાયસન્સ પેટ્રોલિયમ એક્સ્પોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે શહેરના ભુતડીઝાંપા વિસ્તારમાં આવેલી શ્રી વાઘેશ્વર મહાદેવ ટ્રસ્ટની જગ્યા શ્રીનાથ પેટ્રોલપંપના માલિકને ૯૯ વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવી હતી. વર્ષ-૨૦૧૯માં આ ભાડાપટ્ટો પૂરો થતાં ટ્રસ્ટના હોદ્દેદારોએ કાર્યવાહી કરીને સિટિ સર્વે રેકર્ડમાંથી પણ ભાડાપટ્ટાની નોંધ દૂર કરાવી હતી. દરમિયાન પેટ્રોલપંપ રહેણાંક ભરચક વિસ્તારમાં આવ્યો હોવાથી તેને બંધ કરવાની તેમજ ભાડાપટ્ટો પૂરો થયો હોવાથી તે અંગે કાર્યવાહી કરવાની માંગણી ટ્રસ્ટના  હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી.

દરમિયાન આ અંગે જરૃરી તપાસ કરીને વડોદરાના સંયુક્ત મુખ્ય વિસ્ફોટક નિયંત્રક કચેરી દ્વારા તા.૨૭ જુલાઇ ૨૦૨૩ના રોજ પેટ્રોલપંપનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ સાથે જ પોલીસને આ અંગે જરૃરી કાર્યવાહી કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.




Google NewsGoogle News