વડોદરા : રેલવેમાં પરપ્રાંતમાંથી દારૂનો જથ્થો લઇ આવતો ઈસમ ઝડપાયો

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
વડોદરા : રેલવેમાં પરપ્રાંતમાંથી દારૂનો જથ્થો લઇ આવતો ઈસમ ઝડપાયો 1 - image

image : Freepik

વડોદરા,તા.23 ડિસેમ્બર 2023,શનિવાર

વડોદરા રેલ્વે પોલીસ બંદોબસ્તમાં હતી ત્યારે રેલ્વે ટ્રેનિંગ સ્કૂલ પાસે એક ઈસમ પોતાના ખભા પર સ્કુલબેગ લઈને ધીમી ટ્રેનમાંથી ઉતરી ભાગવા જતા તેને પકડી લેવાયો હતો. તેની બેગ ચેક કરાતા તે ગભરાઈ ગયેલ હતો અને તેમાંથી ઇંગ્લીશ દારૂની છ નંગ  બોટલ મળી આવી હતી. ઈસમની પૂછપરછ કરતા તે જોગિન્દરસિંહ મનજીતસિંહ શેરા (રહે. સિકર એન્ક કલોવ, વાસણા જકાતનાકા પાસે, વડોદરા, મૂળ રહે. પંજાબ) હોવાનું જણાવ્યું હતું. આરોપી પાસે દારૂ મળતા તેની પાસેથી પાસ પરમિટ કે આધાર પુરાવા માંગતા એ નહીં હોવાનું જણાવેલ હતું. જેથી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આરોપી ટ્રેનમાંથી ઉતરી ભાગતી વેળાએ તેને પગમાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ છે.


Google NewsGoogle News