ગોરવા વિસ્તારમાં અસામાજિક તત્વો સામે આક્રોશ, યુવકની હત્યાના પ્રયાસના આરોપીઓને પકડવા માંગણી

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
ગોરવા વિસ્તારમાં અસામાજિક તત્વો સામે આક્રોશ, યુવકની હત્યાના પ્રયાસના આરોપીઓને પકડવા માંગણી 1 - image

વડોદરાઃ ગોરવા અને આસપાસના વિસ્તારોમાં ધાક જમાવવા માંગતા માથાભારે તત્વો સામે ભારે રોષ ફેલાયો છે.છેલ્લે નોરતે આકાશ શર્મા નામના યુવકની હત્યાના થયેલા પ્રયાસના બનાવના પ્રત્યાઘાતરૃપે આજે સંઘર્ષ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.

ઉંંડેરાના જલારામનગર વિસ્તારમાં રહેતા મૂળ યુપીના સતિષભાઇ શર્માએ કહ્યું છે કે,મારો પુત્ર આકાશ ઉર્ફે અક્કુ  ગઇકાલે સાડા સાતેક વાગે બાઇક પર જઇ રહ્યો હતો ત્યારે પેટ્રોફિલ્સ બસસ્ટેન્ડ સામે અમારી સોસાયટીમાં રહેતા અબઝલ ઉર્ફે અબુ અલાઉદ્દીન ઘાંચીની માતાએ તેને સ્પીડમાં કેમ ચલાવે છે તેમ કહી ઝઘડો કર્યો હતો.ત્યારબાદ અબઝલે મારા પુત્રના માથામાં લોખંડના કોસ વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવમાં જવાહરનગર પોલીસે સારી કામગીરી કરી તરત જ આરોપીને દબોચી લીધો હતો.પરંતુ હજી તેની માતા અને ભાઇને પકડવામાં આવ્યા નથી.જેથી રિફાઇનરી રોડ ગોરવા સંઘર્ષ સમિતિ દ્વારા આજે પોલીસ કમિશનર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.તેમણે આ વિસ્તારમાં ધાક જમાવવા માંગતા તત્વોને તાકિદે કાબૂમાં લેવા અને કોઇ પણ કારણ વગર હત્યાનો પ્રયાસ કરવાના બનાવમાં સખ્ત કાર્યવાહી કરવા માંગણી કરી હતી.


Google NewsGoogle News