વડોદરા હાઇવે પર વાહનવ્યવહાર વચ્ચે કાર અને પોલસવાન વચ્ચે દિલધડક રેસઃવાહનચાલકો ફફડ્યા

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
વડોદરા હાઇવે પર વાહનવ્યવહાર વચ્ચે કાર અને પોલસવાન વચ્ચે દિલધડક રેસઃવાહનચાલકો ફફડ્યા 1 - image

વડોદરાઃ વડોદરા નજીક હાઇવે પર ગઇકાલે મોડી સાંજે એક કાર અને પોલીસની વાન વચ્ચે દિલધડક રેસ જોઇ વાહનચાલકો ગભરાઇ ગયા હતા.

ગોલ્ડન ચોકડી પાસેથી પસાર થતી સફેદ કલરની કારનો નંબર સાચો હોય તો તે દ્વારકા પાસિંગની બતાવતી હતી.આ કાર વાંકીચૂકી અને ફુલસ્પીડે જતી હોવાથી અનેક વાહન ચાલકો મૂંઝવણમાં મુકાઇ ગયા હતા,તો કેટલાક કારની અડફેટમાં આવતા  બચી ગયા હતા.

બનાવને જોનાર વ્યક્તિનું કહેવું છે કે, કારની સ્પીડ ૧૨૦ થી વધુ હોય તેમ લાગી રહ્યું હતું.તેની પાછળ પૂરઝડપે પોલીસની વાન આવી રહી હતી.જો કે બે થી અઢી કીમી જેટલું અંતર કાપ્યા બાદ કાર દુમાડ ચોકડી પાસે એક હોટલ પાસે ટર્ન લઇને અદ્શ્ય થઇ ગઇ હતી.આ બનાવ અંગે હરણી અને સમા પોલીસને પૂછતાં તેમની પાસે કોઇ માહિતી નહિં હોવાનું કહ્યું હતું.જેથી કઇ પોલીસ શા માટે પીછો કરી રહી હતી તે જાણી શકાયું નથી.


Google NewsGoogle News