વડોદરાના માંજલપુર-વિશ્વામિત્રી રોડ પર વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો અટવાયા

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
વડોદરાના માંજલપુર-વિશ્વામિત્રી રોડ પર વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો અટવાયા 1 - image

વડોદરા,તા.03 નવેમ્બર 2023,શુક્રવાર

વડોદરાના માજલપુર વિસ્તારમાં આજે સવારે એક વૃક્ષ ધરાશાય તથા એક તરફનો રસ્તો બંધ કરી ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

સતત અવરજવર વાળા માંજલપુર ના વિશ્વામિત્રી રોડ પર આજે એક વૃક્ષ તૂટી પડતા એક તરફનો રસ્તો બંધ થઈ ગયો હતો ‌ સારા નસીબે કોઈ વાહન ચાલક પસાર નહીં થતો હોવાથી જાણહાની થતા રહી ગઈ હતી.

બનાવને પગલે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયરની ટીમે રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી છે.


Google NewsGoogle News