મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવાના બહાને લોકો સાથે રૂ.2.39 કરોડની ઠગાઇ
image : Freepik
- પિતાએ પોતાની દીકરી અને તબીબી સહિત તેની પત્ની સામે ફરિયાદ નોંધાવી
વડોદરા,તા.20 ડિસેમ્બર 2023,બુધવાર
વડોદરાના રાવપુરા વિસ્તારમાં રહેતા વૃદ્ધની પુત્રી અને ડોક્ટર સહિત તેની પત્નીએ શહેરમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવાના બહાને પિતા અને તેના પરિવાર તથા સગાસંબંધીઓ પાસેથી 2.39 કરોડ રોકાણ કરવાના બહાને ઉછીના લીધા હતા. જેની વારંવાર માગણી કરવા છતાં પરત નહી આપીને ત્રણ ઠગો દ્વારા છેતરપિંડી આચરાઇ હતી. જેથી પિતાએ પુત્ર અને ડોક્ટર સહિત ત્રણ સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.
શહેરના રાવપુરા ખારીવાવ રોડ પર ત્રિમૂર્તિ હાઇસમાં રહેતા હિમાંશુ સંગમનેરકરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હું નિવૃત જીવન ગુજારુ છે. મારી દીકરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તેના ઋત્વિજ સાથે થયા હતા. બંનેએ અમારી તેમના મિત્ર ડો.નિશાંત શાહ અને તેની પત્ની અમી સાથે ઓળખાણ કરાવી હતી. થોડા દિવસ બાદ મારી દીકરી કલ્યાણીએ મારી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ઓડિટર તરીકે સિલેક્ટ થઇ ગઇ છુ અને મારી નોકરી ચાલુ થઇ ગઇ છે. વર્ષ 2019માં ઋત્વિજ સાથે અણબનાવ થતા મારી દીકરી પતિથી અલગ રહેતી હતી. વર્ષ 2020માં કલ્યાણી ડો.નિશાંત શાહ તથા તેની પત્ની અમી સાથે આવી હતી ત્યારે ત્રણેએ જણાવ્ચું હતું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે ડાયરેકટર તરીકે પ્રોજેક્ટમાં જોડાયેલા છે અને વડોદરામાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલન બનાવવાનું આયોજન છે. જેમાં ઘણા લોકો રોકાણ કરવાના છે તમારે પણ મદદ કરવી પડશે અને તમારા રૂપિયા પરત કરી દેવામાં આવશે. ત્યારબાદ અમે તેમના વિશ્વાસમાં આવી ગયા હતા અને અમારા ઘરના તમામ સભ્યો તથા સગા સંબંધીઓ પાસેથી મળીને 2.39 કરોડ રૂપિયા પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે આપ્યા હતા. પરંતુ ત્રણેય જણાએ રૂપિયાની વારંવાર માગણી કરવા છતાં પરત નહી આપીને છેતરપિંડી આચરી છે. ઠગો પુત્રી સહિત ત્રણ લોકો સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.