રણછોડજી મંદિરમાં ચોરી કરતા ચોરને લોકોએ રંગે હાથ ઝડપી પાડ્યો
Image: Freepik
કરજણમાં નવા બજાર વિસ્તારમાં આવેલા રણછોડજી મંદિરમાં અવારનવાર નાની મોટી ચોરીઓ થતી હતી. આ ઉપરાંત મંદિરમાં મૂકેલી બે દાન પેટીઓમાંથી પણ રોકડ રકમ ઓછી નીકળતી હોવાથી મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરની બહાર વેપાર કરતાં લારીઓવાળાને ધ્યાન રાખવા જણાવ્યું હતું. દરમ્યાન ગઈકાલે સાંજે મંદિરની બહાર ફ્રુટની લારી પર વેપાર કરતાં એક વેપારીએ મંદિરમાં નજર કરતા એક શખ્સ દાનપેટીનું સળિયા વડે તાળું તોડી પૈસા કાઢતો જણાયો હતો જેથી વેપારીએ બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા અને મંદિરમાં ઘસી જઈને ચોરને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. બાદમાં મંદિરના ટ્રસ્ટીઓને જાણ કરતા સંજય બાલુભાઈ ચોકસી સહિતના અન્ય લોકો મંદિરે દોડી આવ્યા હતા મંદિરમાં રોકડ રકમ પડેલી હતી ઝડપાયેલા શખ્સનું નામ પૂછતા તેને પોતાનું નામ વિશ્વજીતસિંહ સુરેન્દ્રસિંહ રાણા રહે મોરી ફળિયું મિયાગામ જણાવ્યું હતું તેના ખિસ્સામાંથી પણ આશરે 21,660 ની રોકડ મળી હતી બાદમાં ઝડપાયેલા મંદિર ચોરને કરજણ પોલીસના હવાલે કરી લેવાયો હતો.