વડોદરામાં પાણી, ડ્રેનેજની સમસ્યાથી ત્રસ્ત લોકોએ માર્ગ પર બેસી વિરોધ નોંધાવ્યો

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
વડોદરામાં પાણી, ડ્રેનેજની સમસ્યાથી ત્રસ્ત લોકોએ માર્ગ પર બેસી વિરોધ નોંધાવ્યો 1 - image

image : Freepik

Vadodara Protest : વડોદરાના ફતેપુરા પાંજરીગર મોહલ્લાની બહાર જાહેર રોડ ઉપર તે વિસ્તારની મહિલાઓએ ચક્કાજામ કરી રસ્તો બંધ કર્યો હતો. લાંબા સમયથી તેમની ડ્રેનેજ અને પાણીની સમસ્યા છે. સેવાસદનના અધિકારીઓ અહીં સફાઈ કરીને જાતાં રહ્યા બાદ પરિસ્થિતિ જેસે તે થઈ જાય છે. નાગરિકો ઘણા લાંબા સમયથી સમસ્યા વેઠી રહ્યા છે પરંતુ આજ દિન સુધી કોઈ કાઉન્સિલર દેખાતા નથી. કંટાળેલા રહીશોએ આજે રસ્તો બંધ કરી અહીં દેખાવો કર્યા હતા. ટ્રાફિક અવરજવર બંધ કરાતા ઘટનાની જાણ થતાં દોડી આવેલી પોલીસે રહીશોને હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.


Google NewsGoogle News