કલોલના બિલેશ્વરપૂરા પાસે વાહન અકસ્માતમાં રાહદારીનું મોત થયું
બાઇક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથધરી
કલોલ : કલોલના બિલેશ્વર પૂરા પાસે હાઇવે ઓળંગી રહેલા રાહદારીને બાઈક ચાલકે ટક્કર મારી હતી આ અકસ્માતમાં રાહદારીને માથાના ભાગે ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેનો મોત નિપજ્યું હતું બના અંગે પોલીસે બાઈકના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
કલોલના બિલેશ્વરપુરા પાસે આવેલ રાજરત્ન કંપનીમાં કામ કરતા
ઓમકાર મિશ્રા તથા તેમના મિત્ર રમેશચંદ્ર ગુપ્તા અને હરીન્દ્ર ત્રિપાઠી કંપનીમાં
રિશેષ પડતા હાઇવે ઓળંગીને ચા પીવા ગયા હતા અને તેઓ ચા પીને પરત આવી રહ્યા હતા અને
કંપનીમાં જવા માટે હાઈવે ઓળંગી રહ્યા હતા ત્યારે બાઈકના ચાલકે રોડ ઓળંગી રહેલા
હરીન્દ્રનાથ ત્રિપાઠીને ટક્કર મારી હતી જેથી તેઓ નીચે પડી ગયા હતા જેમને માથાના
ભાગે ઇજાઓ પહોંચી હોવાથી તુરંત સારવાર માટે કંપનીની એમ્બ્યુલન્સમાં કલોલની ખાનગી
હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું
બનાવ અંગે પોલીસે ઓમકાર મિશ્રાની ફરિયાદના આધારે બાઈક ચાલક સામે ગુનો દાખલ કરી
તપાસ હાથ ધરી છે.