મહોરમના તહેવારના લઇને વડોદરા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઇ
image : Twitter
Vadodara Police : વડોદરામાં મહોરમના તહેવાર શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે માટે પોલીસ વિભાગે ઝોન-4માં આવતા પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિસમિતિના સભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં કોમી એખલાસ તથા ભાઇચારા સાથે તહેવારની ઉજવણ કરવા અપીલ કરાઇ હતી. ડીસીપી પન્ના મોમાયા, એસીપી એમ.પી.ભોજાણી, જી.બી.બાભણીયા અને તમામ પીઆઇ હાજર રહ્યા હતા.
આગામી મહોરમ (તાજીયા)ના તહેવારને લઇને સ્થાનિક પોલીસ વિભાગ વિવિધ વિસ્તોરમાં શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજવાના શરૂ કર્યું છે. જેમાં ગઇ કાલે 8 જુલાઇના રોજ વડોદરાના ઝોન -4માં આવતા સિટી, કારેલીબાગ, કુંભારવાડા, બાપોદ, હરણી, સમા અને વારસીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અધિકારીઓ દ્વારા શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં પોલીસ અધિકારીએ મહોરમના તહેવાર દરમિયાન ભાઇચારા સાથે કોમી એકતા જળવાઇ રહે અને શાંતિપૂર્ણ તહેવારની ઉજવણી કરવા અપીલ કરાઇ હતી. તહેવાર દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે રીત તહેવારની ઉજવણી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. શાંતિ સમિતિની મીટિંગમાં ડીસીપી ઝોન-4 પન્ના મોમાયા, એસી.પી એમ.પી.ભોજાણી, જી.બી.બાભણીયા તથા વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.