દશમેશ ક્રેનના ગોડાઉનમાં ચાલતા જુગારધામ પર પીસીબીનો દરોડો

આઠ જુગારીઓ ૭૧ હજાર ઉપરાંતની મતા સાથે ઝડપાયા

વાડીનો ડી સ્ટાફ પોલીસની અંગત વાતો જાહેર કરવામાં વ્યસ્ત ત્યારે

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
દશમેશ ક્રેનના ગોડાઉનમાં ચાલતા જુગારધામ  પર  પીસીબીનો દરોડો 1 - image

વડોદરા,વાડી પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા જુગારધામ પર  પીસીબી પોલીસે દરોડો પાડયો છે. જ્યારે વાડી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના કેટલાક જવાનો કામગીરી કરવાના બદલે પોલીસ સ્ટેશનની અંગત વાતો જાહેર કરીને પોલીસની છબી ખરડી રહ્યા છે. 

પીસીબી પોલીસનો સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે, વાડી કપુરાઇ ચોકડીથી તરસાલી તરફ જતા જમણી તરફ આવેલા દશમેશ ક્રેન સર્વિસના ગોડાઉનમાં કેટલાક લોકો ભેગા થઇને જુગાર રમી રહ્યા છે. જેથી, પીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે  રેડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી આઠ જુગારીઓને રોકડા રૃપિયા ૧૬,૮૨૦, છ મોબાઇલ ફોન કિંમત રૃપિયા ૫૫ હજાર, મળી કુલ રૃપિયા ૭૧,૨૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા જુગારીઓમાં (૧) વિપુલ કૃષ્ણકાંત પટણી ( રહે. વાડી વાયડાપોળ) (૨) ઉમેશ દિનેશભાઇ પરમાર ( રહે. જાંબુડી કૂઇ, વાડી) (૩) સલમાન રસુલભાઇ ગરાસિયા ( રહે. મહંદમપુરા પહેલું ફળિયું, ઉંંડેરા ગામ) (૪) કલ્પેશ લક્ષ્મણભાઇ માછી ( રહે. શ્રમજીવી સોસાયટી, ડભોઇ રોડ) (૫) મેહુલ મહેન્દ્રભાઇ નાયક ( રહે. કૃષ્ણનગર, ઘાઘરેટિયા) (૬) આશિષ દિનેશભાઇ પટણી ( રહે. ચોખંડી, વાડી) તથા (૭) કુણાલ સુરેશભાઇ ઠાકોર (રહે. કૃષ્ણ નગર, ઘાઘરેટિયા) (૮) નિકેશ શંકરભાઇ પટણી ( રહે. બરાનપુરા) નો સમાવેશ થાય છે.વાડી પોલીસ સ્ટેશનની વાતો જાહેર કરતા કોન્સ્ટેબલનું નામ એક મહિલાએ પોતાની અરજીના જવાબમાં  પણ જણાવ્યું છે. છતાંય અધિકારીઓ તેને છાવરી રહ્યા છે.


Google NewsGoogle News